1. Home
  2. Tag "COngress"

રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવાના સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને અગ્રણી રાહુલ ગાંધીને એક જુના કેસમાં આગામી 13મી જુનના રોજ  ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો છે, કે, ભાજપની કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાની ભાવનાથી ઈડીના હથિયાર થકી ગાંધી પરિવારને પરેશાન કરવાના પ્રયાસો કરી રહી છે.  રાહુલ ગાંધી સામવારે ઈડી […]

ગુજરાતમાં આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ’ની મથામણ

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, રાષ્ટ્રીય નેતાઓની સભાઓ પણ યોજવામાં આવી રહી છે. ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું હોવા છતાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારથી ભાજપને ચિંતા પેઠી છે. […]

દેશની સૌથી ધનિક રાજકીય પાર્ટી બની BJP: 2020-21માં રૂ. 477 કરોડનું ભંડોળ મળ્યું

નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીની પ્રક્રિયાને લઈને ચૂંટણીપંચ દ્વારા કેટલાક આકરા નિર્ણય બનાવવામાં આવ્યાં છે. બીજી તરફ રાજકીયપક્ષો દ્વારા પાર્ટીને ચલાવવા માટે વિવિધ સંસ્થા અને વ્યક્તિઓ પાસેથી ફંડ મેળવવામાં આવે છે. દરમિયાન નાણાકીય વર્ષ 2020-21માં ભાજપે રૂ. 477 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. જ્યારે કોંગ્રેસ માત્ર રૂ. 74 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. કોંગ્રેસને મળેલું […]

ઈડીની મોટી કાર્યવાહી – કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ મામલે નોટીસ મોકલી

ઈડીના શંકજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીને નોટીસ મોકલાઈ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનેક મામલે નામાંકિત નેતાઓ પર તવાઈ બોલાવી રહી છે ત્યારે હવે આવી સ્થિતિમાં ઈડીના શકંજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર […]

કોંગ્રેસ દ્વારા ખેડબ્રહ્મા અને ભીલોડામાં પક્ષનો દ્રોહ કરનારા નેતાઓ સામે નવ સંકલ્પ સંમેલનો યોજાશે

અમદાવાદઃ કોંગ્રેસે જે નેતાઓને માન-પાન સન્માન આપ્યું હોય એવા નેતાઓ વફાદારી ભૂલીને પ્રજાનો અને પક્ષનો દ્રોહ કરીને કોંગ્રેસ છાડીને ભાજપમાં જોડાયા છે. તેવા ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ તેમજ ભિલોડાના કોંગ્રેસના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો.જોશીયારાના પૂત્ર તાજેતરમાં ભાજપમાં જોડાયા છે, ત્યારે કોંગ્રેસે પરંપરાગત આ બન્ને બેઠકો પર પુનઃ કબજો કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જનતાના આશીર્વાદનો […]

અમદાવાદઃ 4 વર્ષમાં 15 લાખથી વધારે વૃક્ષનું વાવેતર, 40 ટકા નિષ્ફળ રહ્યાં

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્રોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતના નિરાકરણ માટે વિવિધ દેશો દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ પ્રદુષણને કાબુમાં લાવવા માટે અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે. ચાર વર્ષમાં શહેરમાં 15 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 ટકા નિષ્ફળ રહ્યાં હોવાનો […]

કપિલ સિબ્બલે કોંગ્રેસનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીના સહયોગથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક જૂથબંધી ચાલી રહી છે, જેના પરિણામે અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ હવે કોંગ્રેસ હાથ છોડીને સમાજવાદી પાર્ટીની સાઈકલની સવારી કરવાનો નિર્ણ કર્યો છે. 16મી મેના રોજ કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે તેમણે […]

નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવવાનું મુહૂર્ત કઢાવી લીધું, વિશાળ સંમેલન યોજીને કોંગ્રેસનો ખેસ ધારણ કરશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિવિધ સમાજના મોટા માથાઓને પક્ષમાં ખેંચવાની હોડ જામી છે. ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કયા રાજકિય પક્ષમાં જોડાશે તે અંગે ચાલી આવતી અટકળોનો હવે અંત આવવાની તૈયારીમાં છે. મહિનાના અંત પહેલા જ એટલે કે 10 દિવસમાં નરેશ પટેલ કોંગ્રેસમાં […]

સૌરાષ્ટ્રમાં 15મી જુન પહેલા કોંગ્રેસનું મહાસંમેલન અને સોનિયા ગાંધીનો રોડ શો યોજાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ગુરૂવારે રાજકોટ આવી પહોંચી હતી. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, 125 […]

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે રેલી યોજી

ભાવનગરઃ ગોહિલવાડના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે ભાવનગરમાં રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અખંડ ભારતની રચના માટે સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ રજવાડું રાષ્ટ્રને અર્પણ કરનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા મહારાજાનાં ફોટાવાળા ટીશર્ટ પહેરીને રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગરના પ્રજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code