1. Home
  2. Tag "COngress"

ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. તેમજ આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિવિધ એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપને 200થી 250 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 100થી 150 જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવાઈ રહ્યું છે. […]

ખોડલધામના અગ્રણી નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું હાર્દિકે પટેલે આપ્યું આંમત્રણ,

અમદાવાદ:  રાજ્યમાં લેઉવા પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા કાગવડમાં આવેલા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને એક સમયના પાટિદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપતા રાજકિય માહોલ ગરમાયો […]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયાં

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા ગૃહમાં અનેક પ્રશ્નો ઉઠાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.  સત્રના આજે ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત 10 મિનિટ […]

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના આંદોલનને કોંગ્રેસે આપ્યુ સમર્થન

ગાંધીનગરઃ મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કર્મચારીઓની લડત છેલ્લા 66 દિવસથી ચાલી રહી છે. છતાં સરકાર કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. આથી હવે કોંગ્રેસે પણ સફાઈ કામદારોની લડતને ટેકો આપ્યો છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સફાઈ કામદારોના પ્રશ્ને ગાંધીનગરમાં અનશન પર બેઠા હતા. અને આ પ્રશ્નને વિધાનસભામાં ઉઠાવવાની પણ ખાતરી આપવામાં આવી હતી. […]

અમદાવાદ મ્યુનિ.ના લોક દરબારને ભાજપનો કાર્યક્રમ બનાવી દેવાની હિલચાલથી કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.ની આવક વધારવા માટે પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા વ્યાજમાફી યોજના અને સીલિંગ ઝુંબેશ બાદ હવે પ્રોપર્ટી ટેક્સના બિલો અંગે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આગામી તા.4થી માર્ચથી લોકદરબાર યોજવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ફક્ત ભાજપના કોર્પોરેટરો, શહેર-વોર્ડના હોદ્દેદારોને જ લોકદરબાર કાર્યક્રમની જાણ કરવાની હિલચાલથી મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતા ઉકળી ઊઠ્યા છે. મ્યુનિ. કોંગ્રેસપક્ષ […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, ખેડબ્રહ્માના ચાર કોંગ્રેસ સદસ્યો ભાજપમાં જોડાયા

ખેડબ્રહ્મામાં કોંગ્રેસના ચાર સદસ્યો ભાજપમાં જોડાયા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો ભાજપને ફાયદો થવાની સંભાવના ઈડર: ગુજરાત રાજ્યમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સત્તાના દાવપેચ રમવાના કાવતરા ચાલુ થઈ રહ્યા છે. તેવા સમયે ખેડબ્રહ્મા નગરપાલિકામાં વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા અને હાલમાં નગરપાલિકાના પ્રમુખ તરીકેની સત્તા સંભાળી રહેલ સાગરભાઈ પટેલ સહિતના ચાર સદસ્યોએ ભગવો ધારણ કરતા […]

મણિપુરમાં 38 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ,173 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ 38 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન  173 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો 5 માર્ચે બીજા તબક્કા માટેનું મતદાન    ઇમ્ફાલ:મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચાંદપુર અને કાંગપોકપી સહિત પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી 38 બેઠકો પર આજે મતદાન શરૂ થઇ ગયું છે.પ્રથમ તબક્કામાં 15 મહિલાઓ સહિત કુલ 173 […]

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરવા મુખ્યમંત્રીને કોંગ્રેસની રજુઆત

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા 1લી જાન્યુઆરી 2004થી નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ જે 2004 બાદ ભરતી થયેલા છે, તેમને જુની પેન્શન યોજનાનો લાભ મળવાનો નથી. કર્મચારીઓને મોટુ નુકશાન થશે. તેથી રાજસ્થામ અને મહારાષ્ટ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ માગણી કરી છે. […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી: દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ

કોંગ્રેસની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આગેવાનોનું મંથન 26 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી રહેશે ઉપસ્થિત રાજકોટ: દ્વારકામાં આજથી ત્રણ દિવસ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારકા ખાતે આવી પહોંચ્યા છે.જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરત સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ સહિતના દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા અને […]

દ્વારકામાં કાલે શુક્રવાથી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે જેમાં પાર્ટીના વરિષ્ઠ  નેતાઓ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ હાજરી આપશે. દ્વારકાના આહિર સમાજની વાડીમાં ચિંતન શિબિર યોજાશે. પ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code