1. Home
  2. Tag "constitution"

બંધારણ તમામ કસોટી ઉપર ખરુ ઉતર્યું છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી હતી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે કહ્યું, “26 જાન્યુઆરી, 2025 ના રોજ, આપણા બંધારણને અમલમાં […]

બંધારણ એ ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે : અમિત શાહ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું છે કે, બંધારણ એ ઇતિહાસ, ધર્મ,સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે. તેમણે જણાવ્યું કે દેશની લોકશાહી પાતાળ સુધી ઊંડી છે અને સરદાર પટેલને કારણે દેશ આજે વિશ્વ સમક્ષ મજબૂત બનીને ઊભો છે. આજે સવારે […]

આપણું બંધારણ ન્યાયી અને સમાન સમાજનું નિર્માણ કરવા માટે અનુકૂલનક્ષમતા દર્શાવે છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ બંધારણ દિવસ પર બંધારણ સભામાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ યાદગાર દિવસ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, કારણ કે ભારતે તેના બંધારણને અપનાવ્યાને 75 વર્ષની ઉજવણી કરીએ છીએ, જે વિશ્વની સૌથી મોટી અને સૌથી ગતિશીલ લોકશાહી માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે.આપણું રાષ્ટ્ર નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ, મજબૂત માળખાગત સુવિધા, વ્યાપક ડિજિટલ સ્વીકૃતિ, આ તમામને આંતરરાષ્ટ્રીય […]

ઈસ્લામિક રાષ્ટ્ર બનશે બાંગ્લાદેશ, બંધારણમાંથી બિનસાંપ્રદાયિકતા શબ્દ દૂર કરાશે

નવી દિલ્હીઃ હિંસક આંદોલનને કારણે 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશ હવે ઈસ્લામિક દેશ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને આ માટે વકીલાત કરી છે. તેમણે બંધારણમાં મોટા ફેરફારો કરવા અને બિનસાંપ્રદાયિક સહિત ઘણા મુખ્ય શબ્દો દૂર કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું […]

સંવિધાન હત્યા દિવસ એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકેની ઘોષણા એ સમયની યાદ અપાવશે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન, અમિત શાહ દ્વારા X પર કરાયેલી પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને […]

સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીની લો ફેકલ્ટીના કેટલાક શિક્ષકોએ અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે અમારા બંધારણ માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોઈ પણ વિવાદાસ્પદ ભાગને […]

નરેન્દ્ર મોદીએ સંવિધાનને માથે લગાવ્યું, એક દાયકા પહેલાના સંસદભવનના દ્રશ્યો થયાં તાજા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા નરેન્દ્ર મોદીને શુક્રવારે એનડીએની સંસદીય દળની બેઠકમાં પોતાના નેતા જાહેર કર્યાં હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સંવિધાનને પોતાના માથે લગાવ્યું હતું. જે બાદ સર્વાસહમતીથી એનડીએના નેતા પદે તેમની પસંદગી કરવામાં આવી હતી. એટલું જ નહીં એનડીએના નેતાઓ રાષ્ટ્રપતિજીને મળ્યાં હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો […]

પ્રિયંકાએ કહ્યું કોંગ્રેસના કાર્યકરોને સલામ, તમને ત્રાસ આપવામાં આવ્યો, જેલમાં ધકેલવામાં આવ્યા, છતાં લડતા રહ્યા

કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં મળેલી સફળતાથી ઉત્સાહિત જોવા મળી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં પાર્ટીની જીત પર કાર્યકરોના જુસ્સાને સલામ કરી છે. તેમણે કહ્યું કે, કાર્યકરોએ હેરાનગતિ અને બનાવટી કેસો પછી પણ ઝૂકવાનું પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બદલે હિંમત બતાવી અને કોંગ્રેસને જીત અપાવી. મને તમારા પર ખૂબ ગર્વ છે. પ્રિયંકાએ […]

બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ

લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણનું સમર્થન કરતું નથી. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે તેઓ કહે છે કે તેમણે દેશના ગરીબો માટે ઘણું કામ કર્યું છે. સેનાના વન રેન્ક અને વન પેન્શનની […]

બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ બદલી શકાતી નથી, ગડકરીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારના રોજ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માન તહસીલમાં ચૂંટણી સભા સંબોધી હતી… આ રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું કે કોંગ્રેસ દાવો કરી રહી છે કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલાશે. તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ જેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code