1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં કોરોનાના વધુ 11,017 કેસ નોંધાયાઃ 102નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક વધારો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 11,017 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 102 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 15,264 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,78,397 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 102 લોકોના કોરોનાથી મોત […]

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા 108 ઈમરજન્સીના કોલ વોલ્યુમમાં 10 હજારનો ઘટાડો થયો

અમદાવાદઃ ગુજરાતમાં ગત મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હતો. અને પ્રતિદિન 15 હજારની આસપાસ કેસ નોંધાતા હતા. 108 ઈમરજન્સીમાં કોલનું વેઈટિંગ ચાલતું હતું. હવે છેલ્લા 10-12 દિવસથી કોરોનાના કેસ ઘટતા જાય છે. તેથી મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોલ વોલ્યૂમમાં 10 હજારનો ઘટાડો થયો હતો. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસોમાં એકાએક વધારો નોંધાયો હતો. બીજી […]

કેમ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ-ડે?, વાંચો આ વર્ષની થીમ

આજે વિશ્વ નર્સિસ દિવસ તરીકેની કરાઈ ઉજવણી કોરોનાની મહામારીમાં નર્સો દ્વારા સરાહનીય કાર્ય છેલ્લા સવા વર્ષથી રાત- દિવસ કરી રહ્યા છે કામ 12 મેને વિશ્વ નર્સિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફ્લોરેન્સ નાઈટીંગલે માનવસેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી છે. ફ્લોરેન્સને લેડી વિથ લેમ્પ કહેવામાં આવે છે. તેમની યાદમાં આ દિવસ ઉજવાય છે.ડોકટરોની […]

ગાયનું છાણ, ગૌમૂત્રથી કોરોના નહીં મટે, પણ મ્યુકર માઈકોસિસ થવાનું જોખમ વધુ

અમદાવાદઃ કોરોના સંક્રમિત લોકોને કઈ દવા લેવી, શું કરવું તેના માટે સોશ્યલ મિડિયામાં સલાહકારો વધી ગયા છે. ઘણા લોકો કોરોના વાઇરસ સામે રક્ષણ અને ઇમ્યુનિટી વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા તબીબોએ સલાહ આપી છે. તબીબોએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની […]

ધાર્મિક તહેવારોની જાહેરમાં ઊજવણી કરાશે તો પોલીસને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં લેશે

અમદાવાદઃ રાજ્યમાં તહેવારોનું મહાત્મય સૌથી વધુ હોય છે. નાના-મોટા દરેક તહેવારો લોકોત્સવ બની જતાં હોય છે. પણ આ વખતે કોરોનાને કારણે તહેવારો સાદગીથી અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરીને જ ઊજવવા પડશે. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો જેવા કે રમજાન ઈદ ,પરશુરામ જયંતી અને ગણેશ ચતુર્થીની ઊજવણી જાહેરમાં ન કરવા તેમજ લોકોને જાહેરમા એકત્રિત ન […]

કોરોનાને લીધે વિમાની સેવાને અસરઃ મુસાફરો ન મળતા અનેક ફ્લાઈટ્સ રદ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે જાહેર પરિવહન ક્ષેત્રને ભારે અસર પહોંચી છે. લોકો મહત્વના કામ વિના મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. એસટી નિગમે ઘણા રૂટ્સ બંધ કરી દીધા છે, રેલવેએ પણ ઘણી ટ્રેનો બંધ કરી દીધી છે. જ્યારે કોરોનાને કારણે વિમાની સેવા પણ પ્રભાવિત બની છે.અમદાવાદ એરપોર્ટથી સંચાલિત ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો […]

અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે સુવિધા ઊભી કરાઈ

અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો છઈ રહ્યો છે, સાથે જ મત્યુઆંક પણ ઘટ્યો છે. બીજીબાજુ લોકો વેક્સીન લેવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. આવતીકાલ ગુરૂવારથી જોધપુર વોર્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાશે. તંત્રએ વેક્સિન લેનારા માટે નિયમમાં ફેરફાર […]

કોરોનાવાયરસ: સેશેલ્સમાં સૌથી વધારે લોકોનું વેક્સિનેશન, તો પણ કેસની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો

સેશેલ્સમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ 57 ટકા લોકોનું થયુ છે વેક્સિનેશન WHOએ કારણ શોધવાનું શરૂ કર્યુ દિલ્લી: દુનિયાના લગભગ મોટા ભાગના દેશમાં કોરોનાવાયરસની વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. વેક્સિનેશનની પ્રક્રિયા હવે લગભગ તમામ દેશમાં શરૂ થઈ ગઈ છે, તો આવા સમયમાં સેશેલ્સથી ફરીવાર કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. સેશેલ્સ જે વિશ્વનો એવો દેશ […]

ઓક્સિજનના અભાવે બહેન ગુમાવનારા ભાઈએ સ્કૂલમાં ઉભી કરી કોવિડ હોસ્પિટલ

 પટનાઃ બિહારમાં કોરોનાની બીજી લહેરમાં હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનના અછતની ફરિયાદો ઉઠી હતી. બેગુસરાઈમાં ઓક્સિજનના અભાવથી કોરોના પીડિત મહિલાનું અવસાન થયું હતું. જેથી દુઃખી ભાઈએ અન્ય કોઈની આંખમાં આંસુ ના આવે તે માટે પોતાની સ્કૂલને જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. આ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 30 […]

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા આગોતરુ આયોજન, કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ એકશનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આના કરતા પણ વધારે ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે આ લહેરનો સામનો કરવા માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code