1. Home
  2. Tag "CORONA"

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]

સુરતમાં કોરોનાના સંક્રમણને લીધે કાપડ-ફેબ્રીક્સ મિલોમાં ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો

અમદાવાદઃ  રાજ્યમાં કોરનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. મહાનગરોની સ્થિતિ કફોડી છે. ત્યારે સુરત શહેરમાં ધંધા-રોજગારને વધુ ફટકો પડી રહ્યા છે. સુરતની કાપડની મીલોમાં કોરોનાને કારણે 25 ટકા જેટલું ઉત્પાદન પ્રભાવિત થયું છે. કામદારો વતન જાય નહિ તે મુદાને ધ્યાને રાખીને મીલ માલિકોએ ઉત્પાદન લેવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્યોગકારોનું માનવું છે કે સરકાર કોરોનાને અંકુશ […]

ગુજરાતમાં હવે કોરોના પીડિત દર્દીને હોસ્પિટલમાંથી મળશે રેમડેસિવિર ઈન્જેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી છે. તેમજ દર્દીઓના સજાઓ કલાકો સુધી લાઈનમાં ઉભા કરીને મેડિકલ સ્ટોરમાંથી ઈન્જેકશન મેળવે છે. દરમિયાન રાજ્ય સરકારે રેમડેસિવિર ઈજન્કેશનના જથ્થાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર સમક્ષ અરજી કરનારી હોસ્પિટલને મંજૂરી પ્રમાણે ઈન્જેકશન આપવામાં આવશે. તેમજ કોઈપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે […]

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ગુરૂવારે હાઈકોર્ટમાં એફિડેવિટ સાથે જવાબ રજુ કરશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટે સુઓમોટા દાખલ કરીને સરકાર પાસે જવાબ માગ્યો હતો. જેની વધુ સુનાવણી આવતીકાલ તા. 15મી એપ્રિલનો રોજ હાથ ધરાશે.રાજ્ય સરકાર દ્વારા કોવીડ સારવાર માટે કરેલી કામગીરીનો અહેવાલ રજુ કરવા માટે થઈને આરોગ્ય વિભાગ અને કાયદા વિભાગ દિવસ રાત એક કરીને જવાબ તૈયાર કરી રહી છે. આ મુદ્દે ગુજરાત રાજ્યના […]

સુરતમાં VHPએ કર્યું મહાયજ્ઞઃ લોકોને કોરોના મહામારીમાંથી છુટકારો મળે તેવી કરી પ્રાર્થના

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશને કોરોનાએ ભરડો લીધો છે અને હજારોની સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાંથી છુટકારો મેળવવા માટે જનતા પણ ભગવાનને પ્રાર્થના કરી રહી છે. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું […]

દેશમાં કોરોનાનો કહેર યથાવત :1.85 લાખથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં મોતનો આંકડો 1000 ને પાર   

કોરોનાના કેસોમાં રોકોર્ડ બ્રેક ઉછાળો  કોરોનાના 1.85 લાખથી વધુ કેસ નોંધાયા  24 કલાકમાં મોતનો આંકડો 1000 ને પાર    દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણની બેકાબૂ ગતિનો કહેર જારી છે. દેશમાં એક તરફ જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.તો બીજી તરફ કોવિડને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. પહેલીવાર દેશમાં 1 […]

શહેરોમાં ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધારે સુદ્રઢ બનાવવા CM રૂપાણીએ કરી તાકીદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચિંતામાં મુકાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આઠેય કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. કોરોના ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધારે સુદ્રઢ બનાવવા સૂચના આપી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી. […]

ગુજરાતમાં કોરોનાના પગલે ધો-1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગણી

ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રીને લખ્યો પત્ર બોર્ડની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં રાખવા રજૂઆત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં સ્કૂલોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા વાલીઓ પણ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધો-1થી 9ના […]

કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં શેર કરવાથી  આર્થિક નુકસાન થવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે , રાજ્ય સરકાર  ટીકા ઉત્સવ  પણ ઉજવી રહી છે. ત્યારે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. તેવામાં રસી લેનાર પોતાની તસવીરો અને વેક્સિનેસનનું મળેલું સર્ટિફિકેટ સોશિયલ સાઈટ્સ પર શેર કરતા જોવા મળે છે. ત્યારે તેમણે ઉત્સાહમાં આવીને કરેલી ભૂલ તેમને ભારે પડી […]

ગુજરાત સરકારે કોરોનાને નાથવા કેન્દ્ર સરકાર પાસે માગી મદદઃ 1000 વેન્ટીલેટરની માંગણી

કોરોનાને નાથવા સરકારે તૈયાર કર્યો એકશન પ્લાન તમામ જિલ્લામાં વેન્ટીલેટર પુરા પાડવામાં આવશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેમજ પ્રજાને માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોસ્પિટલોમાં વેન્ટીલેટરની અછત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code