1. Home
  2. Tag "CORONA"

કોરોના સંક્રમિત થયા બાદ અક્ષય કુમારની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

અક્ષય કુમારને થયો કોરોના કોરોના થયા બાદ લથડી તબિયત હોસ્પિટલમાં કરાયા દાખલ મુંબઈ : બોલિવુડના એક્શન સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ હવે અક્ષય કુમારની તબિયત લથડી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમારને પવઈ સ્થિત હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

દેશમાં કોરોનાનો કહેર: પહેલીવાર છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસની ગતિ બની બેકાબૂ 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા મહારાષ્ટ્રમાં 57 હજારથી વધુ કેસ નોંધાયા   દિલ્હી : દેશમાં કોરોના વાયરસની ગતિ બેકાબૂ બની ગઈ છે. અને નવી લહેર સૌથી મોટો પડકાર બનીને સામે આવી છે. દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ આંકડો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ હવે કોરોનાની ઝપટે બાળકો પણ ચડી રહ્યાં હોવાથી વાલીઓ પણ ચિંતિત બન્યાં છે. દરમિયાન ધો-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી ઉઠી છે. દરમિયાન માસ પ્રમોશનને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી નિર્ણય […]

અમદાવાદના કોર્ટ સંકુલમાં કોરોનાની હાજરીઃ મેટ્રો કોર્ટમાં બે મહત્વની વ્યક્તિઓ થઈ સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાની હાજરી જોવા મળી છે. ઘીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ અને એડિશનલ મેજિસ્ટ્રેટ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મેટ્રો કોર્ટની બે મહત્વની વ્યક્તિઓ કોરોના […]

કોરોનાને લીધે દ્વારકાધિશ મંદિરની આવકમાં પાંચ કરોડનો ઘટાડો

જામખંભાળિયાઃ દેશના સુપ્રસિદ્ધ યાત્રાઘામ દ્વારકાના જગત મંદિરની આવકમાં કોરોના મહામારીના કારણે ચાલીસ ટકાનો ઘટાડો થયો છે. ગત નાણાકીય વર્ષમાં 10 કરોડની આવક અપેક્ષિત હતી, તેની સામે 6.35 કરોડની વાર્ષિક આવક થઈ હતી. દ્વારકા જગત મંદિરની વર્ષ 2019-20 ના વર્ષમાં 11 કરોડ 3 લાખની આવક થઈ હતી, પરંતુ વર્ષ 2020-21ના વર્ષમાં કોરોના મહામારીના કારણે જગત મંદિરની […]

કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી વડોદરા દોડી આવ્યાઃ લીધા મહત્વના નિર્ણયો

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરા દોડી આવ્યા હતા. અને તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ આરોગ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી બેઠકમાં લેવાયેલાં નિર્ણય અંગે જાણ કરી હતી. વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિ ગૃહને કોવિડ […]

કોરોનાનું ગ્રહણ AMTSને લાગ્યુઃ કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ જાહેર પરિવહન સેવા બીઆરટીએસ અને એએમટીએસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈ 18મી માર્ચથી મ્યુનિ. બસ સેવા સદંતર બંધ કરવામાં આવી છે. પરિણામે લાખો બસ પ્રવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા 15 દિવસથી બસ સેવા બંધ રહેતા મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસને કુલ રૂ. […]

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 65 લાખથી વધારે લોકોને અપાઈ રસી

રસીકરણ અભિયાન બન્યું વેગવંતુ 2500 કેન્દ્રો ઉપર શરૂ કરાયું અભિયાન 57 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો 7.30 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ આ રસીકરણ અભિયાનમાં ભાજપના કાર્યકરો પણ જોડાયાં છે. જેથી વધારેમાં વધારે લોકો ઝડપથી કોરોનાની રસીનો લાભ મેળવી શકે. […]

કોરોનાના કેસ વધતા મોરબીમાં સોમવારથી સ્વૈચ્છિક મીની લોકડાઉન

મોરબીઃ સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો વધતા જાય છે. ગરમી વધતા જ કોરોના સિવાયના વાયરલ કેસોમાં પણ વધારો થયો છે. મોરબી શહેરમાં સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઊભરાઈ ગયા છે. કોરોનાના વધતા જતા કેસને લીધે તંત્ર પણ હરકતમાં આવ્યું છે શહેરમાં પણ દરરોજ નોંધપાત્ર કેસો સામે આવી રહ્યા છે જેને પગલે સોમવારથી મોરબીની બજારોમાં બપોર પછી […]

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોઃ અમદાવાદ અને સુરતની સ્થિતિ સ્ફોટક

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે.છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2640 કેસ નોંધાયા હતા.  જેની સામે 2066 દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 11 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4539 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.21 ટકા છે. અત્યાર સુધીમાં 57,75,904થી વધુ વ્યક્તિઓને કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code