1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં કોરોનાના વેરિયન્ટની માયાજાળઃ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટની હાજરી મળી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, કોરોનાના વિવિધ વેરિયેન્ટએ તબીબોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં અગાઉ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. હવે વધુ એક નવા વેરિયેન્ટની હાજરી મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ […]

રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહેવાની ટકોર કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરથી બચવા લોક જાગૃતિ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોના ચુકાદામાં કહ્યું હતું કે રિયલ ટાઈમ […]

ચિંતાજનક : દુનિયાભરમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના

દુનિયાભરમાં ફરી કોરોનાનો પગ પેસારો who એ વ્યકત કરી ચિંતા ડેલ્ટા વેરિયન્ટ વાળા સિક્વન્સમાં 75 % નો વધારો દિલ્હી:કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ નવા પડકાર સાથે દેખાવા લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ અહેવાલ આપ્યો છે કે, 20 જુલાઇ સુધીમાં ગ્લોબલ ઇનીશિએટીવ ઓન શેયરિંગ ઓલ ઇન્ફલ્યુએન્ઝા ડેટાને 24 લાખ જીનોમ સિક્વન્સ ઉપલબ્ધ કરાયા છે.આમાંથી 2.20 લાખ સિક્વન્સમાં જ […]

કોરોના મહામારીઃ વિદેશમાં લગભગ 3570 ભારતીયોના કોરોનાને કારણે થયાં મોત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. વિદેશમાં વસવાટ કરતા 3500થી વધારે ભારતીયોના કોરોના સંક્રમણના કારણે મોત થયાં હતા. જો કે, વિદેશમાં ફસાયેલા 61 લાખ નાગરિકોને ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ઘરે પરત લાવવામાં આવ્યાં હતા. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 30 એપ્રિલ […]

વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા 3.1 કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી […]

ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન માટે સરપંચો અને તલાટીઓની મદદ લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે વેક્સિન ઝૂંબેસ વધારી છે. જેમાં શહેરી વિસ્તારોમાં તો વેક્સિનેશનને સારીએવી સફળતા મળી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોનાની રસી લેવાના મામલે ગ્રામીણ વિસ્તારમાં અંધશ્રદ્ધા, અજ્ઞાનતા પ્રવર્તી રહી છે પરિણામે ગ્રામીણ વિસ્તારમા રસીકરણ ની કામગીરી […]

ગુજરાતમાં કોરોનાના કાળ દરમિયાન ઓક્સિજનની અછતથી કોઈનું મોત થયુ નથીઃ CM રૂપાણી

જુનાગઢ:  રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. આ સાથે એમ પણ જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે આગામી મહિનાઓમાં આવતા તહેવારોમાં યોજાતા મેળાને કદાચ મંજૂરી ન પણ મળી શકે. આ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા […]

ગુજરાતમાં હવે કોરોનાના વેરિયન્ટની ચકાસણી થશે, સેમ્પલ પૂણે કે અન્ય સ્થળે નહીં મોકલાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં  કોરોના વાઇરસના બંધારણ અંગેના તેના વેરિઅન્ટની ચકાસણીની સુવિધા ઊભી કરાઇ છે. સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટર (GBRC) થકી આ વ્યવસ્થા ઊભી કરી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હોવાની પુષ્ટિ થઇ […]

દેશમાં ત્રીજી લહેરની શંકાઓનો ભયઃ જાણો કયા રાજ્યો પર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેરની આફત

સમગ્ર દેશમાં કોરોનાનો ભય ત્રીજી લહેરની શંકાઓ  કેટલાક જીલ્લાઓને લઈને એલર્ટ મુંબઈઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ  રહીછે, વિશ્વભરમાં બ્રિટન, રશિયા સહિત અનેક દેશોમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં વધાર થઈ રહ્યો છે,ત્યારે હવે ભારતમાં પણ કોરોનાએ ફરી ચિતાં વધારી છે. કોરોના સંક્રમણના દૈનિક કેસોમાં એક મહિનામાં 40 હજાર પર સ્થિર છે. નિષ્ણાંતોએ […]

WHOએ કોરોનાથી મુક્ત થવા માટે લોકોને આપી મહત્વની સલાહ

કોરોનાને લઈને WHOની સલાહ વર્ષ 2022 સુધી કોરોનામુક્ત થઈ શકીએ જો તકેદારી અને એલર્ટ રહેવામાં આવે તો દિલ્લી:  કોરોના વાયરસનું સંક્રમણ હાલ વિશ્વના તમામ દેશોમાં ફેલાયું છે. આ મહામારીને રોકવા માટે તમામ દેશની સરકાર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો પણ આ સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે સફળતા મળી નથી. હાલ હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code