1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન માટે સરપંચો અને તલાટીઓની મદદ લેવાશે
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન માટે સરપંચો અને તલાટીઓની મદદ લેવાશે

ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન માટે સરપંચો અને તલાટીઓની મદદ લેવાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે વેક્સિન ઝૂંબેસ વધારી છે. જેમાં શહેરી વિસ્તારોમાં તો વેક્સિનેશનને સારીએવી સફળતા મળી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોનાની રસી લેવાના મામલે ગ્રામીણ વિસ્તારમાં અંધશ્રદ્ધા, અજ્ઞાનતા પ્રવર્તી રહી છે પરિણામે ગ્રામીણ વિસ્તારમા રસીકરણ ની કામગીરી મુશ્કેલ બની છે.તેવા સંજોગોમાં રાજ્ય સરકાર માટે આવી રહેલી કોરોના ની ત્રીજી લહેર પૂર્વે 100 ટકા રસીકરણની કામગીરી થવી અતિ આવશ્યક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ગામના સરપંચો અને તલાટીઓને સો ટકા રસીકરણથાય તે માટે કામે લગાડવામાં આવ્યા છે. તમામ જિલ્લાના ડીડીઓએ ગામના સરપચં અને તલાટી ઓને પત્ર લખીને છેવાડાના માનવી સુધી કોરોનાની રસીકરણ ની કામગીરી થાય તેવી તાકીદ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં  કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ,01 લાખ,46 હજાર ,996 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 4, કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30 913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083  આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકોમાંથી સમગ્રતયા 47 ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો છે. આ લોકો મોટાભાગે શહેરી વિસ્તારના છે. ગ્રામીણ વિસ્તારમાં રસીકરણ ની કામગીરી ખૂબ જ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સરપચં અને તલાટી ને કામે લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરપચં અને તલાટી સાથે આરોગ્ય તત્રં અને તેના ગામના અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો અને રસીકરણ અભિયાનમાં જોડવામાં આવે તેવો આગ્રહ પણ રાખવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ રસીકરણ અભિયાનમાં જોડાઈને વધુને વધુ ગ્રામજનો રસી નો લાભ લે તે પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યા છે. અત્રે નોંધવું જરી છે કે કોરોના વિરોધી રસી નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાના કારણે રસીકરણ અભિયાનમાં જોડાયેલા કર્મચારીઓ અધિકારીઓ તથા સ્વયંસેવકમાં ઉત્સાહ ધટતો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રાયમાં 53 ટકા લોકો વેક્સિનથી વંચિત છે તેમા મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા હોવાનું બહાર આવતા તત્રં કામે લગાડવામાં આવ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code