ગાંધીનગર મ્યુનિના 44 કોર્પોરેટરો તાલીમના નામે કાશ્મીરની સહેલગાહે જશે
કોર્પોરેટોના કાશ્મીર પ્રવાસથી મ્યુનિની તિજોરી પર 30 લાખનું ભારણ આવશે કોર્પોરેટરો 15થી 20 માર્ચ દરમિયાન કાશ્મીરના પ્રવાસે જશે વડોદરાની સંસ્થા કોર્પોરેટરોને કાશ્મીરમાં તાલીમ આપશે ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કોર્પોરેટરો તાલીમના નામે પ્રજાના પૈસે કાશ્મીરની સહેલગાહે જશે. 44 કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસ પાછળ મ્યુનિ. કોર્પોરેશન 30 લાખનો ખર્ચ કરશે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસને મંજુરી આપી દીધી […]