લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સભ્યપદ પુનઃસ્થાપિત, કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ થયું હતું રદ
દિલ્હી :લક્ષદ્વીપના NCP નેતા મોહમ્મદ ફૈઝલને મોટી રાહત મળી છે. લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે. 11 જાન્યુઆરીના રોજ સ્થાનિક કોર્ટે લક્ષદ્વીપના સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ લોકસભા સચિવાલય દ્વારા તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી. […]


