1. Home
  2. Tag "Cricket Match"

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે ક્રિકેટ મેચને લીધે મેટ્રો ટ્રેન રાતના 12.30 વાગ્યા સુધી દોડશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે  આજે બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે  ટી-20 ક્રિકેટ મેચ યોજાશે. આથી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા પ્રેક્ષકોની સુવિધા માટે શહેરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાતના 12.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. શહેરનાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રિના 12.30 કલાક સુધી મેટ્રો ટ્રેન  દોડશે. આ વધારેલા સમય […]

ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને તેની ધરતી ઉપર 54 વર્ષમાં પહેલીવાર પરાજય આપ્યો

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે કિવી ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ ન્યૂઝીલેન્ડની ટીમ  54 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનમાં શ્રેણી જીતી હતી. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો ગ્લેન ફિલિપ્સ હતો, જેણે અંતમાં આવીને 42 બોલમાં 4 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 63 […]

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચે 28મી ઓગસ્ટે દુબઈના સ્ટેડિયમમાં ક્રિકેટ જંગ જામશે

નવી દિલ્હીઃ એશિયાકપ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. જો કે, આજે આઈસીસી દ્વારા એશિયા કરનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની જાહેરાત થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન […]

રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે 17મી જુને ભારત અને દ.આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ રમાશે

રાજકોટઃ ભારત સાથે ક્રિકેટ રમવા માટે સાઉથ આફ્રિકા ટીમનું મુંબઈમાં આગમન થઈ ગયુ છે અને બન્ને ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ભારત અને આફ્રિકા વચ્ચેનો ચોથી ટી/20 મેચ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. અને તા.15મીએ બન્ને ટીમનું વિશાખાપટ્ટનમથી ચાર્ટર ફલાઈટમાં રાજકોટમાં આગમન થશે. આ મેચ માટેની ટિકિટનું વેચાણ પણ શરૂ […]

ICC T-20 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટીકીટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ

નવી દિલ્હીઃ આગામી આઈસીસી 20-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાવવાનો છે. જેની ટિકીટોનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તમામ ટીકીટો ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. ઓનલાઇન વેબ ઉપર સોલ્ડ આઉટના પાટિયા લાગી ગયા હોવાનું જાણવા મળે છે. ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં ચાલુ વર્ષે રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપની મેચોની ટિકિટો […]

ભારત-પાકિસ્તાન વચ્ચે 2023 અને 2025માં ક્રેકિટ મેચ રમાય તેવી શકયતા

દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. જેની અસર ક્રિકેટ ઉપર પણ પડી છે. બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષોથી કોઈ દ્રીપક્ષીય ટુર્નામેન્ટ રમાઈ નથી. જો કે, તાજેતરમાં જ ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. પાકિસ્તાનની ધરતી ઉપર ધમધમતી આતંકવાદી પ્રવૃતિઓ […]

મિતાલી રાજએ ઇતિહાસ રચ્યો, કારકિર્દીમાં 20 હજાર રન પૂર્ણ કર્યા અને સતત 5 વન-ડેમાં અર્ધસદી ફટકારી

મિતાલી રાજે રચ્યો ઇતિહાસ પોતાની કારકિર્દીમાં 20 હજાર રન પૂરા કર્યા સતત પાંચ વનડેમાં અડધી સદી પણ ફટકારી નવી દિલ્હી: અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન ડે સીરિઝ ચાલી રહી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે 225 રન બનાવ્યા હતા. ભારત તરફથી સુકાની મિતાલી રાજે સૌથી વધુ […]

ટી-20 વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ જોવા મળશે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારતમાં આગમનનો માર્ગ મોકળો બન્યો પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતમાં ઑક્ટોબરમાં યોજાનારા ICC ટી20 વર્લ્ડ કપ 2021 માટે વિઝા મળશે નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવાના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારતમાં આગમનનો માર્ગ હવે સ્પષ્ટ થઇ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

અમદાવાદના મોટેરા સ્ટેડિયમાં બેસીને દર્શકો ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટની મજા માણી શકશે

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી દિવસોમાં ચાર ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક ટેસ્ટ મેચ અમદાવાદના નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં રમાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યાં છે. જેથી અમદાવાદમાં નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં દર્શકો મેચની મજા માણી શકશે. એટલું જ નહીં આ ટેસ્ટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર […]

અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ અને T20 મેચ

અમદાવાદઃ દુનિયામાં સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. દરમિયાન આગામી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ અને ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડની ટીમ આગામી ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ ભારત સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટ મેચ રમશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code