1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ અને T20 મેચ
અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ અને T20 મેચ

અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ અને T20 મેચ

0
Social Share

અમદાવાદઃ દુનિયામાં સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. દરમિયાન આગામી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ અને ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડની ટીમ આગામી ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ ભારત સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટ મેચ રમશે. જે પૈકી અમદાવાદમાં બે ટેસ્ટ અને 5 T20 મેચ રમાશે. આ ક્રિકેટ મેચને લઈને અમદાવાદના સ્ટેડિયમમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બંને ટીમ વચ્ચે ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ પીંક બોલથી ડે-નાઈટ રમાશે.

ભારતના પ્રવાસ પહેલા ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી મહિનામાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. જ્યાં બે ટેસ્ટ મેચ રમાશે. શ્રીલંકાના પ્રવાસ બાદ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code