HomeગુજરાતીઓટોMoRTHનો નિર્ણય: વાહન કેટલાં વર્ષ જૂનું છે તેના આધારે PUC સર્ટિફિકેટની મુદત...

MoRTHનો નિર્ણય: વાહન કેટલાં વર્ષ જૂનું છે તેના આધારે PUC સર્ટિફિકેટની મુદત નક્કી થશે

નવી દિલ્હી, 19 નવેમ્બર 2026: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા નિયમ 115 ના પેટા-નિયમ (7) માં સૂચિત સુધારાનો ઉદ્દેશ્ય ઉત્સર્જન પરીક્ષણની આવર્તનને વાહનો કેટલાં વર્ષ જૂનાં છે તેનીસાથે સુસંગત બનાવવાનો, નવા અને સ્વચ્છ વાહનોના માલિકો પર પાલનનો બોજ ઘટાડવાનો અને વપરાશમાં લેવાતા વાહનોના ઉત્સર્જનનું સતત નિરીક્ષણ સુનિશ્ચિત કરવાની સાથે કાર્યક્ષમ પ્રદૂષણ નિયંત્રણ હેઠળ પ્રમાણપત્ર પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો છે. આ સુધારામાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે:
  1. સુધારેલી માન્યતા અવધિ નીચે મુજબ સૂચિત કરવામાં આવી છે:
  • BS-I, BS-II અને BS-III વાહનો: 3 મહિના.
    • BS-IV વાહનો: 6 મહિના.
      • BS-VI નોન-ટ્રાન્સપોર્ટ (Non-Transport) વાહનો:
        • પ્રથમ નોંધણીની તારીખથી 6 વર્ષ સુધી – 3 વર્ષ;
        • 6 વર્ષથી વધુ પરંતુ 10 વર્ષથી વધુ નહીં – 1 વર્ષ; અને
        • 10 વર્ષથી વધુ – 6 મહિના.
      • BS-VI ટ્રાન્સપોર્ટ (Transport) વાહનો:
        • પ્રથમ નોંધણીની તારીખથી 6 વર્ષ સુધી – 2 વર્ષ;
        • 6 વર્ષથી વધુ પરંતુ 10 વર્ષથી વધુ નહીં – 1 વર્ષ; અને
        • 10 વર્ષથી વધુ – 6 મહિના.
  1. એક વચગાળાની વ્યવસ્થા, જેના હેઠળ સુધારાના અમલીકરણ પહેલાં જારી કરાયેલા ‘પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ્સ’ (PUCCs) માટે, સુધારાના અમલમાં આવ્યા પછીના તેમના પ્રથમ નવીનીકરણની તારીખથી જ સુધારેલી માન્યતા અવધિ લાગુ થશે.
  2. તે જોગવાઈ કરે છે કે જ્યાં હાલના પ્રમાણપત્રની સમાપ્તિ પહેલાંના દસ દિવસની અંદર PUCC નું નવીકરણ કરવામાં આવે છે, ત્યાં નવીકરણ કરાયેલ પ્રમાણપત્ર હાલના પ્રમાણપત્રની સમાપ્તિની તારીખથી અમલમાં આવશે. જો કે, જ્યાં હાલના પ્રમાણપત્રની સમાપ્તિ પછી નવીકરણ માંગવામાં આવે છે, ત્યાં નવીકરણ કરાયેલ પ્રમાણપત્ર નવીકરણની તારીખથી અમલમાં આવશે.
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img