1. Home
  2. Tag "crime branch"

કેન્સરની નકલી દવા બનાવવાના રેકેટનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં નકલી દવાના કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચે નકલી દવા બનાવીને સપ્લાય કરનારી આંતરરાષ્ટ્રીય ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલના બે કર્મચારીઓને પણ પકડી લેવામાં આવ્યાં છે. આરોપીઓ કેન્સરનું રૂ. 1.96 લાખની કિંમતના ઈન્જેક્શનમાં નકલી […]

અમદાવાદમાં ડ્રગ્સના વધતા જતાં દૂષણ સામે ક્રાઈમ બ્રાન્ચે અલગ નાર્કોટિક્સ સેલ કાર્યરત કર્યો

અમદાવાદ: શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે શહેરમાં અન્ય ગુનાઓની જેમ ડ્રગ્સનું દૂષણ પણ વધતું જાય છે. છેલ્લા કેટલાક સમયથી યુવાધન ડ્ર્ગ્સના રવાડે ચઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. યુવાધનને બરબાદીના પંથે જતું અટકાવવા માટે તેમજ ડ્રગ્સની બદી દૂર કરવા માટે શહેર પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. […]

અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ભાંગફોડની પ્રવૃતિને લઈને નનામા ફોનને પગલે તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજનારી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક શખ્સો ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે મારક હથિયારો લઈને આવ્યા હોવાનો નનામો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન […]

મહાઠગ કિરણ પટેલને રાજકીય સંપર્ક કોની સાથે હતો? ક્રાઈમ બ્રાન્ચે કોલ ડિટેઈલ મેળવી

અમદાવાદઃ મહાઠગ ગણાતા આરોપી કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંન્ટને ધરપકડ કરીને અમદાવાદ લવાયા બાદ તેના રિમાન્ડ મેળવીને સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે. કિરણને ક્યાં રાજકીય નેતા સાથે સંપર્ક હતા. તે અંગે કિરણ પટેલે મૌન સેવી લેતા પોલીસે તેની કોલ ડિટેલ્સ મેળવીને વધુ પૂછતાછ શરૂ કરી છે. દરમિયાન કિરણ પટેલના યુનિયન બેંક, […]

જમ્મુ-કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચ આજે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે

અમદાવાદઃપીએમઓમાં અધિકારી હોવાનું કહીને રોફ જમાવતો કિરણ પટેલ જમ્મુ-કાશ્મીરમાં પકડાયા બાદ તેણે અનેક લોકોને છેતર્યા હોવાની હકિક્ત પ્રકાશમાં આવી હતી. દરમિયાન મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે અને ટીમ શુક્રવારે મોડી રાત સુધીમાં અમદાવાદ  આવી જશે.   એક પૂર્વ મંત્રીના ભાઈનો  સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીનમાં […]

સુરેન્દ્રનગરમાં 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ચાર લૂંટારુઓની ધરપકડ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલા નજીક તાજેતરમાં થયેલી 1400 કિલો ચાંદીની લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખીને ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે લૂંટના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ લૂંટના કેસમાં મધ્યપ્રદેશની કંજર ગેગના […]

અમદાવાદઃ રથયાત્રા પૂર્વે પોલીસે હથિયારોનો જથ્થો ઝડપી લીધો, આરોપીની ધરપકડ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે. જેથી પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ પોલીસે હથિયારો અને કારતુસનો ઝડપી લીધો હતો. તેમજ હથિયાર સાથે એક […]

અમદાવાદઃ ગરમ મસાલાની આડમાં વિદેશ મોકલવામાં આવતું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરીને ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂ. 3 કરોડની કિંમતનો કેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપી લીધુ હતું. ગરમ મસાલાની આડમાં ડ્રગ્સ વિદેશ મોકલવામાં આવી રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીથી પાર્સલમાં કેટામાઈન યુએસ મોકલવામાં આવી રહ્યું હતું. […]

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો દારૂકાંડ, મહિલા PSI સહિત 3 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં

રાજકોટઃ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ફરીવાર તોડકાંડમાં વિવાદમાં આવી છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ આચરવામાં આવેલા ‘તોડકાંડ’ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ક્રાઇમ બ્રાન્ચે હવે ‘દારૂકાંડ’માં વિવાદમાં આવી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસ કર્મચારીઓ શહેરથી 80 કિ.મી દુર આવેલા સાયલા વિસ્તારમાં હાઈવે પર દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરતા  પકડાયા હતા. આથી સુરેન્દ્રનગર જિલ્લાના […]

અમદાવાદમાં એકે-47 રાઈફલના પાર્ટસ બનાવનાર વિદેશી નાગરિક ઝબ્બે

અમદાવાદઃ મારક હથિયારોના પાર્ટસ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને ક્રાઈમબ્રાન્ચે વિદેશી નાગરિકને ઝડપી લીધો છે. આ વિદેશી નાગરિક સાથે એક સ્થાનિક યુવાનની પણ અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યમનનો અબ્દુલ અઝીઝ નવેમ્બર 2021માં મેડિકલ વિઝા ઉપર પિતાની સારવાર કરાવવા ભારત આવ્યો હતો. તેના પિતા સારવાર બાદ ડિસેમ્બરમાં પરત જતા રહ્યાં હતા. જ્યારે અબ્દુલ અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code