1. Home
  2. Tag "Cyber fraud"

મુંબઈમાં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી, સાયબર ઠગોએ 7.88 કરોડ રૂપિયા પડાયા

મુંબઈમાં એક વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં સાયબર છેતરપિંડી કરનારાઓએ 62 વર્ષીય મહિલાને મોટા નફા માટે શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને 7.88 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. પશ્ચિમ ઝોન સાયબર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ સોમવારે (21 જુલાઈ) જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓએ એક પ્રખ્યાત નાણાકીય સેવા કંપનીના પ્રતિનિધિ તરીકે […]

સાયબર ફ્રોડના મુખ્ય 3 કારણ ડર, લાલચ અને આળસથી બચવું ખુબ જરૂરીઃ અમરેલી પોલીસ અધિક્ષક સંજ્ય ખરાત

રાજકોટઃ અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી પોલીસ અધિક્ષક સંજય ખરાતની આગેવાની હેઠળ એક સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની 800થી વધુ વિદ્યાર્થીનીઓ, તમામ શૈક્ષણિક અને મેનેજમેન્ટ સ્ટાફ, તેમજ અગ્રણીઓ મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ અને રામાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી […]

નોઈડાઃ યુકે અને ઓસ્ટ્રેલિયન નાગરિકો સાથે સાયબર ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા CBI-એ નોઈડામાં મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને યુકે અને ઓસ્ટ્રેલિયન નાગરિકોને નિશાન બનાવતી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. સંસ્થાએ નોઈડામાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં નોઈડા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી કાર્યરત નકલી કોલ સેન્ટરનો પણ સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, તેણે અદ્યતન કોલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીડિતોને છેતરવા માટે ઉપયોગમાં લેવાતી સ્ક્રિપ્ટો અને […]

ગુજરાતઃ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને રૂ. 17 કરોડ પરત અપાયા

અમદાવાદઃ ગુજરાતમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડ અને છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે, તે પોલીસ માટે એક મોટો પડકાર છે. તેની સાથે સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ તમામ સંદર્ભે આજે ગુજરાત ATSમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં રાજ્યના પોલીસ વડા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. એક વર્ષમાં […]

આંધ્રપ્રદેશના પ્રોફેસર સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા! વોટ્સએપ દ્વારા લગભગ 2 કરોડ રૂપિયા ગુમાવ્યા

સાયબર છેતરપિંડીનો બીજો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં આંધ્રપ્રદેશના એક નિવૃત્ત પ્રોફેસરે લગભગ 2 કરોડ રૂપિયાની મોટી રકમ ગુમાવી દીધી હતી. આ છેતરપિંડી એક વોટ્સએપ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી જેમાં તેમને રોકાણ લાભોના વચનથી લલચાવીને ફસાવવામાં આવ્યા હતા. જાણીતા પ્રોફેસરને નિશાન બનાવવામાં આવ્યા અહેવાલ મુજબ, પીડિત, પ્રોફેસર ડૉ. એમ. બાટમાનાબેને મુનિસામી, જે અગાઉ […]

સાયબર ફ્રોડમાં કરોડોની હેરાફેરીના મામલે ઈડીના અમદાવાદ અને સુરત અને મુંબઈમાં દરોડા

અમદાવાદ અને સુરતમાં 7 સ્થળોએ EDએ કર્યુ સર્ચ, આરોપીઓએ રૂપિયા 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આક્ષેપ, આરોપીઓએ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું અમદાવાદઃ ગુજરાતમાં સાયબરફ્રોડના બનાવો વધતા જાય છે. અને કેટલીક સાયબર ફ્રોડ આંતરરાષ્ટ્રીય ગેન્ગના એજન્ટો પણ ગુજરાતમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડ ગેન્ગનો પડદાફાશ થયો હતો. ત્યારે […]

સાયબર ઠગોએ વૃદ્ધને મની લોંડરીંગના કેસમાં ફસાવવાની ધમકી આપીને પડાવ્યાં લાખો રૂપિયા

રાજસ્થાનમાં જયપુરના માનસરોવર વિસ્તારમાં સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સંતોષ કુમાર નામના 75 વર્ષીય વૃદ્ધની “ડિજિટલ એરેસ્ટ” કરવામાં આવી હતી અને 23.56 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ તેમને ખોટા મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને માનસિક દબાણ બનાવીને ત્રણ દિવસ સુધી વર્ચ્યુઅલ રીતે કેદમાં રાખ્યા હતા. 23 […]

પાકિસ્તાની હેકર્સે સંભલ-અમરોહાના 1200 નંબરો હેક કરી સાયબર છેતરપિંડી કરી

પાકિસ્તાની હેકર્સ સંભલ અને અમરોહાના 1200 થી વધુ વોટ્સએપ નંબર હેક કરીને સાયબર છેતરપિંડી કરી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં તેમણે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી હશે તે કહી શકાય નહીં, પરંતુ એ જ હેકર્સે અલીગઢના એક યુવક સાથે 1.28 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન આ વાત બહાર આવી. અલીગઢ સાયબર પોલીસ સ્ટેશનની […]

WhatsApp પર આ રીતે થઈ રહ્યા છે સાયબર ફ્રોડ, જાણો કેવી રીતે સુરક્ષિત રહેવું

આજે વિશ્વભરમાં 3 અબજથી વધુ યુઝર્સ WhatsAppનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ 500 મિલિયન ભારતમાં સક્રિય છે. આ લોકપ્રિય મેસેજિંગ એપ લોકોને જોડવાનો એક સરળ રસ્તો બની ગઈ છે, પરંતુ હવે તે સાયબર ગુનેગારો માટે છેતરપિંડી ફેલાવવાનું એક માધ્યમ પણ બની રહી છે. અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે સ્કેમર્સ વોટ્સએપ કોલ્સ, નકલી લિંક્સ અથવા […]

ટ્રાયના અધિકારીની ઓળખ આપીને લોકોને ડરાવીને છેતરપિંડી કરનારા બે શખશો પકડાયા

હોંગકોંગની ચાઈનિઝ મહિલાની મદદથી કોલ સેન્ટર ચલાવીને ફ્રોડ કરતા હતા બન્ને આરોપીઓએ 4 દિવસમાં 65 હજાર કોલ કરી લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, લોકોને સીમ બંધ કરાવવાની ધમકી કે ડિજિટલ અરેસ્ટના બહાને પૈસા પડાવતાં હતા અમદાવાદઃ આજના કોમ્પ્યુટર અને સોશિયલ મિડિયાના જમાનામાં અવનવી તરકીબો અપનાવીને લોકો સાથે છેતરપિંડીના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ સાયબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code