1. Home
  2. Tag "death"

વડોદરામાં પૂર ઝડપે આવી રહેલી સીટી બસે ટક્કર મારતા M S યુનિની વિદ્યાર્થિનીનું મોત

વડોદરાઃ  શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસ ચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય, તેવુ જોવા મળી રહ્યું છે. આ કમકમાટી ભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાન સેનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેને રશિયન સૈનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો કર્યો છે. યુક્રેનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે, યુદ્ધમાં મેજર જનરલ વિતાલી ગેરાસિમોવનું મૃત્યું થયું છે. જો કે, રશિયા તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. એક […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીમાં રશિયાનો મોટો ઝટકો, મેજર જનરલનું મોત

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે સતત આઠમા દિવસે પણ બંને સેનાઓ વચ્ચે જંગ ખેલાયું હતું. રશિયાએ કિવ અને ખારકીવ ઉપર બોમ્બથી હુમલા કર્યાં હતા. દરમિયાન રશિયન આર્મીના મેજર જનરલનું મૃત્યુ થયાનું જાણવા મળે છે. આમ યુદ્ધમાં રશિયાને મોટો ઝાટકો લાગ્યો હોવાનું જાણવા મળે છે. રશિયન સેના યુક્રેનમાં ભીષણ […]

યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ખાર્કિવમાં રશિયન સેનાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેમણે કહ્યું કે તે મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાર્કિવમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન હોવાનું જાણવા મળે […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીમાં પોતાના કેટલાક સેનિકના મૃત્યુનું રશિયાએ સ્વિકાર્યું

નવી દિલ્હીઃ રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 14 જેટલા બાળકો સહિત 300થી વધારે નાગરિકોના મૃત્યુ થવાનો યુક્રેને દાવો કર્યો છે. એટલું જ નહીં રશિયાના જવાનોને સામનો કરીને 3500 જેટલા સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ રશિયાએ પણ પ્રથમવાર સ્વિકાર્યું છે કે, યુક્રેનમાં પોતાના કેટલાક સૈનિકના મોત થયાં છે. રશિયાના રક્ષા મંત્રાલયના […]

કલોલના વડસર ગામ નજીક હીટ એન્ડ રન, બાઈકસવાર બે યુવાનોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. કલોલ પાસેના વડસર ગામે બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનનોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે. […]

પારડી નજીક હીટ & રન, બાઈકસવાર ત્રણ યુવકોને કચડી અજાણ્યો વાહનચાલક ફરાર

વલસાડઃ  જિલ્લામાં ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઈક સવાર યુવકોને કચડી નાખતાં ત્રણેયનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે […]

કચ્છમાં અશ્વદોડની સ્પર્ધામાં અશ્વ વીજળીના થાંભલા સાથે અથડાતાં ઘોડેસવારનું મોત

ભૂજઃ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલાં ગુંદીયાળી અને ત્રગડી ગામ વચ્ચેની સીમમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. સુલતાંનસા પીરના મેળામાં અશ્વદોડનું આયોજન કરાયું હતું.  દરમિયાન ધૂળની ડમરીઓને કારણે એક ઘોડેસવાર આગળનું જોઈ શક્યો ન હતો અને તેનો ઘોડો રસ્તાની બાજુમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન વીજ થાંભલા સાથે અથડાવાને કારણે યુવક જોરથી હવામાં ઉછળી નીચે […]

તુર્કી-ગ્રીક સરહદ ઉપર બરફના તોફાનમાં 12 પ્રવાસીઓના મોત

નવી દિલ્હીઃ તુર્કી-ગ્રીક સરહદ ઉપર એક અઠવાડિયા પહેલા આવેલા બરફના તોફાનને કારણે તુર્કીના શહેરમાં ઓછામાં ઓછા 12 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ તમામ પ્રવાસીઓ હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના માટે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. આ પ્રવાસીઓ ક્યાંથી આવ્યા હતા અને ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે ફસાઈ […]

અમદાવાદના નારણપુરામાં નવ નિર્મિત બિલ્ડિંગની ભેખડ ધસી પડી, બે શ્રમિકોના મોત, એકનો બચાવ

અમદાવાદ: શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના અનેક કામો ચાલી રહ્યા છે. ભોયરાના પાર્કિંગ માટે ઊંડું ખોદાણ કરવામાં આવતું હોય ઘણીવાર ભેખડ પડી જવાના બનાવો બનતા હોય છે. આવો જ ક બનાવ શહેરના નારણપુરા વિસ્તારમાં બન્યો છે. નારણપુરામાં અમીકુંજ ચાર રસ્તા પાસે એક નવ નિર્મિત બિલ્ડિગની ભેખડ ધસી પડતા બે શ્રમિકોના મોત નિપજ્યા હતા.  બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code