1. Home
  2. Tag "death"

પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે નિધન તેમના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતની ન્યાયિક પ્રણાલીના એક આઇકનને ગુમાવ્યા: રાષ્ટ્રપતિ નવી દિલ્હી: દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. તેઓનું 91 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા અનેક દિવસોથી તેઓ નાદુરસ્ત હતા. […]

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા […]

ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

મનોરંજન જગતને વધુ એક આંચકો ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન છેલ્લે વેબ શો બંદિશ બેન્ડીટ્સમાં કર્યું હતું કામ અમદાવાદ: ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. તેના મેનેજર મહર્ષિ દેસાઇએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. શુક્રવારે સવારે હાર્ટ અટેકને કારણે એક્ટરે નાની વયે દુનિયાને અલવિદા કહ્યું.  જાણીતા ન્યૂઝ પોર્ટલ […]

RSSની માનવસેવાઃ કચ્છમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓની અંતિમવિધીની જવાબદારી ઉઠાવી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.આવી વિકટ સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સેવકો સેવા માટે આગળ આવ્યા છે. કચ્છમાં કોરોના કારણે થયેલા મોત બાદ લાશની અંતિમ વિધિની જવાબદારી RSSના સ્વંયસેવકોએ સંભાળી છે. ખારી નદી અને સુખપર ખાતે આવેલા સ્મશાનમાં  આવતી તમામ લાશની કોવિડ ગાઈડ અને ભારતીય […]

અમેરિકાના મશહૂર રેપર-એક્ટર ડીએમએક્સનું હાર્ટ એટેકથી નિધન 

પ્રખ્યાત રેપર-એક્ટર DMX નું નિધન હાર્ટ એટેકથી થયું નિધન   50 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા દિલ્હી :અમેરિકન રેપર અને અભિનેતા અર્લ સિમંસનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેઓ 50 વર્ષના હતા.તે ડીએમએક્સ અથવા ડાર્ક મેન એક્સ તરીકે પણ જાણીતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમંસને ડ્રગના ઓવરડોઝને કારણે હાર્ટ એટેક આવ્યો હતો. ડીએમએક્સનું વાસ્તવિક નામ […]

સુરતમાં શિક્ષકોને સ્મશાનગૃહમાં મૃતદેહ ગણવાની અને નોંધણીની કામગીરી સોંપાતા કચવાટ

સુરતઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી  છે. પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો તે પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતા કચવાટની લાગણી જોવા મળી […]

રાજકોટમાં કોરોનાનો કહેરઃ વધુ 19નાં મોતથી તંત્ર બન્યુ ચિંતિત

રાજકોટઃ  કોરોનાનો કહેર દિવસેને દિવસે રોદ્ર સ્વપ ધા૨ણ કરી રહ્યો છે. જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા પણ દ૨રોજ એક પછી એક નવા રેકોર્ડ બનાવી ૨હી છે. જયારે મોતની સંખ્યાનો ગ્રાફ ફરીથી ઉપ૨ ચઢતાં વધુ 19 દર્દીના મોત નિપજયાં છે. આ આંક સાથે છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાએ 49 લોકોના જીવ લીધા છે. મૃત્યુની સંખ્યા વધતાં શહે૨ના સ્મશાનોમાં […]

“હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપતે હપતે રોજ ચૂકવાયો હતો”: લોકપ્રિય ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજ ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું અવસાન ગુજરાતી સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ખરી પડ્યો 2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, રવિવારે જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર, કવિ ખલીલ ધનતેજવીનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની […]

ગુજરાતમાં એશિયાઈ સિંહોના રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોતનો મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક વનરાજોના અગાઉ રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોત થયાની ઘટના સામે આવી છે. દરમિયાન આ મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો હતો. તેમજ ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં […]

ગુજરાતમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે બે વર્ષમાં 277 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મૂડીરોકાણ વધ્યું છે અને ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યાં છે. જો કે, કેટલાક એકમોના સંચાલકો શ્રમજીવીઓની સલામતીને અવગણતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથની કેટલીક વાર ગંભીર અકસ્માત પણ સર્જાય છે. ગુજરાતમાં બે વર્ષના સમયગાળામાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી અને ગંભીર અકસ્માતમાં 277 જેટલા શ્રમજીવીઓના મોત થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code