1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર,એક સપ્તાહમાં 51 કેસ નોંધાયા

દિલ્હી:રાજધાની દિલ્હીમાં જેમ જેમ કોરોના સંક્રમણના કેસો ઘટવા લાગ્યા છે, ત્યાં હવે ડેન્ગ્યુએ કહેર મચાવવો શરૂ કર્યો છે.છેલ્લા એક સપ્તાહમાં દિલ્હીની અંદર ડેન્ગ્યુના 51 કેસ નોંધાયા છે.આ વર્ષે એક સપ્તાહમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના ડેટા અનુસાર, નવા કેસ ઉમેરાયા બાદ હવે આ વર્ષે દિલ્હીમાં કેસની સંખ્યા 295 પર પહોંચી […]

પંજાબ બાદ હવે દિલ્હીમાં પણ કોલેજના અધ્યાપકોના પગારનું સંકટ ઘેરાયું

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી શાસિત પંજાબ બાદ હવે દિલ્હીમાં પણ સરકારી કર્મચારીઓના પગારનું સંકટ ઘેરી બની રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી દિલ્હી યુનિવર્સિટીની દીન દયાલ ઉપાધ્યાય કોલેજે શિક્ષકોના પગારનો એક ભાગ રોકવાનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. જુલાઇ મહિનાનો પગાર ચૂકવતી વખતે કોલેજે કર્મચારીઓને જાણ કરી […]

વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખૂબ મુશ્કેલ કામઃ આરજેડી નેતા શરદ યાદવ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષના વિવિધ રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિશ કુમાર તમામ વિપક્ષી પક્ષોને એક નેજા હેઠળ લાવવા માટે  પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન આરજેડીના સિનિયર નેતા શરદ યાદવે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખુબ મુશ્કેલ કામ છે પરંતુ નીતિશ કુમાર આ પ્રયાસ […]

દિલ્હીનો રાજપથ હવે ‘કર્તવ્યપથ’ બનશે, NDMCની બેઠકમાં ઠરાવ પસાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ વિસ્તાર હેઠળ આવતા રાજપથનું નામ બદલીને કર્તવ્ય પાથ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. PM નરેન્દ્ર મોદી ગુરુવારે કર્તવ્યપથનું નામકરણ અને ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ આ અંગે જણાવ્યું હતું કે, આજની બેઠક ઐતિહાસિક […]

રાજધાની દિલ્હીમાં આ દિવાળીએ પણ ફટાકડા ફોડવા, વેચાવા પર રહેશે પ્રતિબંધ- પર્યાવરણ મંત્રીએ ટ્વિટ કરીને કરી જાહેરાત

રાજધાની દિલ્હીમાં આ દિવાળીએ પણ નહી ફૂટે ફટાકડા પ્રયાવરણ મંત્રી ગોપાલ રાયે ફટાકડા પર પ્રતિબંધનું કર્યું એલાન દિલ્હીઃ- દેશભરમાં દિવાળીનો પર્વ ખૂબજ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે, જો કે પર્યાવરણની દ્રષ્ટીએ ફટાકડા ફોડવા હાનિકારક સાબિત થાય છે, લોકોના સ્વાસ્થ માટે ફટાકડાના ઘુમાડો તો હાનિકારક છે જ સાથે પર્યાવણ પણ તેનાથી પ્રદુષિત બને છે,આ તમામ વાતોને […]

દેશના તમામ સ્થાનિક પક્ષો એક સાથે આવે તો બહુ મોટી વાત છેઃ નીતિશકુમાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન આજે CPI-M નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ કોઈ દાવેદાર છે, માત્ર પ્રયાસ કરીએ છીએ કે આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત છે. […]

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. થોડા સમય બાદ બંને નેતાઓ વચ્ચે દ્રિપક્ષી વાતચીત થવાની છે. બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારતના યોગદાનને અમે હંમેશા યાદ રાખીએ છીએઃ શેખ હસિના સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં બીજેપીનું ‘સ્ટિંગ ઓપરેશન’, AAP ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ હવે તેને ‘સ્ટિંગ ઓપરેશન’ ગણાવતો વીડિયો જાહેર કર્યો છે. આમ ભાજપે AAP પર મોટી રકમ કમિશન તરીકે લીધાનો આક્ષેપ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આપ અને અરવિંદ કેજરિવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બીજેપીનો દાવો છે […]

દિલ્હીમાં મંકી પોક્સનો વધુ એક દર્દી નોંધાયો – 22 વર્ષની મૂળ આફ્રિકન મહિલા પોઝિટિવ

દિલ્હીમાં મંકિપોક્સનો 6ઠ્ઠો દર્દી નોંધાયો 22 વર્ષિય મૂળ આફ્રિકન મહિલા સંક્રમિત મળી આવી દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાના કેસો હજી પણ આવી રહ્યા છે ત્યા બીજી તરફ મંકિપોક્સનો કહેર પણ વર્તાઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં મંકિપોક્સનો છઠ્ઠો કેસ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે 22 વર્ષિય એક મહિલા મંકિપોક્સથી સંક્રમિત જાવા મળી છે જે મૂળ આફ્રીકન […]

દિલ્હીમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાના કેસ,છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાયા

 દિલ્હીમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 271 નવા કેસ નોંધાયા સંક્રમણને કારણે ત્રણ દર્દીઓના મોત થયા દિલ્હી: રાજધાનીમાં ગુરુવારે કોરોના વાયરસના 271 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે ત્રણ દર્દીઓના મૃત્યુની પુષ્ટિ થઈ હતી.તે જ સમયે,સંક્રમણ દર ઘટીને 2.07 ટકા થઈ ગયો.આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, એક દિવસ અગાઉ 13,096 નમૂનાઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code