1. Home
  2. Tag "Demand"

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ […]

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન વાયા ગાંધીગ્રામથી શરૂ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજૂઆત

ભાવનગરઃ બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ મીટરગેજ રેલ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ આ ટુકા રૂટ્સ પર હજુ કોઈ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. આ રૂટ્સ પર અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે તો ઓછા સમયમાં પ્રવાસીઓ અમદાવાદથી ભાવનગર પહોંચી શકે તેમ છે. ત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા […]

ઉદેયપુર હત્યાકાંડઃ કન્હૈયાલાલના પરિવારજનોને રૂ. 5 કરોડની આર્થિક સહાયની માંગણી

જયપુરઃ દાદરીકાંડમાં કથિત ગૌમાંસ મુદ્દે ટોળાએ મહંમદ અખલાકની હત્યા કરી હતી. અખલાકના પરિવારને યુપીના તત્કાલિન સીએમ અખિલેશ યાદવે રૂ. 45 લાખની સહાય કરી હતી. તેમજ નોઈડા નજીક મકાન પણ ફાળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે પણ મૃતકના પરિવારને આર્થિક સહાય કરી હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જ્યારે રાજસ્થાનમાં નિર્દોશ કન્હૈયાલાલની કટ્ટરપંથીઓએ તિક્ષણ […]

જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે બેન્કના કર્મચારીઓ સોમવારે હડતાળ પર જશે

રાજકોટઃ   રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ વિવિધ માગણી સબબ હડતાળ કરી રહ્યા છે. આગામી તારીખ ર7મી જૂનના રોજ ફરી એક વખત હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે,  યુએફબીયુના આદેશ અનુસાર બેંકમાં પાંચ દિવસનું અઠવાડિયું, તમામ શનિ-રવિવારની રજા, પેન્શન અપડેશન અને પેન્શનના નિયમોમાં અપડેશનની જોગવાઈ, નવી પેન્શન યોજના નાબૂદ કરી […]

સાયલા તાલુકામાં નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ, નર્મદાના નીરથી ભરવા માગણી

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ છે, લોકો પાણીની હાડમારી વેઠી રહ્યા છે. પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. માલ-ઢોરને પાણી પીવડાવવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે. ત્યારે નર્મદાના પાણીથી ખાલી તળાવો ભરવાની ગ્રામલોકો માગણી કરી રહ્યા છે. તાલુકાના સુદામડા, ધાંધલપુર, ડોળિયા સહિત 20 જેટલા ગ્રામ્ય વિસ્તારના સિંચાઇના અને 139 નાના તળાવો […]

નરોડા રેલવે ઓવરબ્રિજને સંત રોહીદાસ બ્રિજ નામ આપવાની માગ સાથે દલિત સમાજના ધરણાં

અમદાવાદઃ  શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજના નામકરણનો વિવાદ વકરતો જાય છે. રેલવે ઓવરબ્રિજનું નામ સ્થાનિક દલિત સમાજના સંત રોહીદાસના નામે રાખવા દલિત સમાજની અનેક સંસ્થાઓ અને પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ સભ્ય ડો. કિરીટ સોલંકી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જો કે,  નરોડા રેલવેબ્રિજનું નામ સંત રોહિતદાસ રાખવામાં ન આવતા મંગળવાર સવારથી સ્થાનિક દલિત […]

મધ્યાહન ભોજન યોજનામાં વેતન વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા કર્મચારીઓની માગણી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા કર્મચારી મંડળો પોતાના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર બન્યા છે. હવે રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળે વેતન વધારાની માંગ ઉપરાંત એનજીઓ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી છે. અને આ મામલે રાજ્ય સરકાર આગામી 13જૂન સુધીમાં હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન […]

ગુજરાતમાં આ વર્ષે પાઠય પુસ્તકો ન બદલાવવા વિક્રેતાઓએ શિક્ષણમંત્રીને કરી રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ઘણા મહિનાઓ બંધ રહ્યું હતું તેથી શાળાઓના પાઠ્ય પુસ્તક વિક્રેતાઓને મોટો ફટકો પડ્યો હતો. હવે કોરોનાના કેસ ઘટી જતાં શાળાઓમાં પણ રાબેતા મુજબ ઓફલાઈન શિક્ષમ કારય શરૂ થઈ ગયું છે. વાર્ષિક પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, નવા શૈક્ષણિક સત્રથી શાળાઓ […]

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

ધોરણ 9 અને 11માં ઘણાબધા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી રિ-ટેસ્ટ લેવા શાળા સંચાલકોની માંગ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઘણાબધા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી શાળા સંચાલક મંડળે ફરીથી ધો. 9 અને ધો. 11ની પરીક્ષા લેવા માટે રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત વર્ષે સ્કૂલોમાં તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code