Homeગુજરાતીગુજરાતભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન વાયા ગાંધીગ્રામથી શરૂ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજૂઆત

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન વાયા ગાંધીગ્રામથી શરૂ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજૂઆત

ભાવનગરઃ બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ મીટરગેજ રેલ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ આ ટુકા રૂટ્સ પર હજુ કોઈ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. આ રૂટ્સ પર અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે તો ઓછા સમયમાં પ્રવાસીઓ અમદાવાદથી ભાવનગર પહોંચી શકે તેમ છે. ત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માગ કરાઈ છે. આ સંદર્ભે કેન્દ્રિય મંત્રી ડો.મનસુખ માંડવીયા અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને રજૂઆત કરાઈ છે. ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં ખુબ જ ટ્રાફિક રહે છે તેથી ભાવનગર-બાંદ્રા વચ્ચે સવારનાં સમયમાં બીજી એક ટ્રેન શરૂ કરવી જોઈએ. ભાવનગર-સુરત વચ્ચે પણ નિયમિત ટ્રેનની તાતી જરૂરીયાત છે. હવે જ્યારે બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થયેલી છે ત્યારે અમદાવાદ ખાતે બે-ત્રણ દિવસ માટે પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવી જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એવી રજુઆત કરવામાં આવી છે કે, બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ મીટરગેજ રેલ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ આ ટુકા રૂટ્સ પર હજુ કોઈ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. આ રૂટ્સ પર અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે તો ઓછા સમયમાં પ્રવાસીઓ અમદાવાદથી ભાવનગર પહોંચી શકે તેમ છે. જો આ ટ્રેન શરૂ થશે તો મુસાફર જનતાને ખુબ જ લાભ મળશે અને સાથે સાથે ભાવનગરની રેલ કનેક્ટીવીટીમાં પણ વધારો થશે. પત્રમાં જણાવ્યું છે કે, યોગ્ય કાર્યવાહી અર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ એવમ કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી ડૉ.મનસુખ માંડવીયાને અને ભાવનગર-બોટાદનાં સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને પણ મોકલવામાં પત્ર લખવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલને પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે, બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થઇ ગયેલી છે અને બોટાદ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ શરૂ થઇ ગયો છે. ગેજ કન્વર્ઝનની કામગીરીને કારણે બંધ કરવામાં આવેલી ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી સહિતની અન્ય લોકલ ટ્રેન પણ સત્વરે પુનઃ શરૂ કરવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments