સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળ વર્ષા સાથે ગાઢ ધૂંમ્મસ છવાયું, રોડ-રસ્તા ભીંજાતા આહ્લાદક વાતાવરણ
રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યાં ફરી વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થઇ હતી. દરીયાઇ ભેજવાળા પવનો ફુંકાતા શુક્રવારે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ હવામાં ભેજ 90 થી 100 ટકા નોંધાતા ગાઢ ધુમ્મસ છવાયુ હતું. ધુમ્મસના પગલે […]