1. Home
  2. Tag "deodar"

ભારતને વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે: CM

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ.324.77  કરોડના […]

દીઓદરમાં હાઈવે પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો

પાલનપુરઃ જિલ્લાના દિયોદર-ભાભર હાઇવે પર ગુજરાત સરકાર દ્વારા 36 કરોડના ખર્ચે 993 મીટર લાંબો અને 11 મીટર પહોળો 26 કોલમ સ્પાન ધરાવતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને ભારે રાહત થઈ છે. દિયોદરની પ્રજાને રેલવે ફાટકથી […]

દીયોદરમાં ભાજપના ધારાસભ્યના સમર્થકે ખેડુતને થપ્પડ મારતા તેના વિરોધમાં ખેડુતોની પદયાત્રા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં તાજેતરમાં યોજાયેલા અટલ-ભૂજળના એક કાર્યક્રમમાં એક ખેડુતે કોઈ પ્રશ્ન પૂછતા ધારાસભ્યના સમર્થકે ખેડુતને લાફો ઝીંકી દીધો હતો. આ મામલે રાજકોરણ પણ ગરમાયું છે. દરમિયાન ખેડુતોએ ભાજપના ધારાસભ્યના રાજીનામાંની માગ કરી છે. અને ખેડુતોને પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. પદયાત્રા ગાંધીનગર જશે. જ્યાં મુખ્યમંત્રીને રજુઆત કરીને ધારાસભ્ય સામે પગલાં લેવાની માગણી કરવામાં આવશે. […]

દિયોદરમાં અટલ ભૂ-જલ યોજનાના કાર્યક્રમમાં ખેડુતે રજુઆત કરતા BJP ધારાસભ્યના સમર્થકે લાફા માર્યા

દિયોદરઃ  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં યોજાયેલા અટલ ભૂજલ યોજનાના કાર્યક્રમમાં રજૂઆત કરવા ગયેલા ખેડૂતને ધારાસભ્યના સમર્થકોએ લાફા ઝિંકી દેતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતો. એટલું જ નહીં આ બનાવનો વિડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થતાં ખેડુતોમાં બાજપ સામે જ નારાજગી ઊભી થઈ છે. આ કાર્યક્રમમાં  રોષે ભરાયેલા ખેડૂત આગેવાને ધારાસભ્યની હાજરીમાં રોષ ઠાલવ્યો […]

દીઓદરમાં ભાજપની નમો પંચાયતમાં સરકારે ગૌશાળાઓને સહાય ન ચુકવાતા વિરોધ કરાયો

પાલનપુરઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરોપોળોને 500 કરોડની સહાય આપવાની સરકારે જાહેરાત કર્યાને મહિનાઓ વિત્યા છતાં હજુ સુધી સહાય આપવામાં આવી નથી. બીજીબાજુ સરકારે સહાયની જાહેરાત કર્યા બાદ ગૌશાળાઓને અને પાંજરાપોળોને દાતાઓ તરફથી મળતા દાન પણ બંધ થઈ ગયા છે. આથી પશુઓના નિભાવ માટે મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે બનાસકાંઠામાં વિરોધ ઊભો થયો છે. જિલ્લાના દિયોદરમાં […]

બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદને બદલી છેઃ મોદી

પાલનપુરઃ સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ […]

બનાસકાંઠાની મહિલાઓએ ઓવારણાં લેતા મોદી ભાવુક થઈ બોલ્યા ‘ આશીર્વાદ મારા માટે અનમોલ છે’

પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીના બીજા અત્યાધુનિક ડેરી પ્લાન્ટનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું આ સમારોહમાં હજારોની સંખ્યમાં જનમેદની ઉમટી પડી હતી.  મોટી સંખ્યામાં બહેનોએ વડાપ્રધાન  મોદીના ઓવારણા લઈ આશીર્વાદ આપ્યા હતા. આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી પોતે એક ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. […]

દિયોદરની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ મામલતદાર કચેરીએ નારા લગાવ્યા

પાલનપુરઃ ઉનાળાના પ્રારંભથી જ બનાસકાંઠામાં પાણીનો કકળાટ શરૂ થયો છે. જિલ્લાના જળાશયોમાં પાણીનો 10 ટકા જથ્થો બચ્યો નથી. બીજીબાજુ સુઝલામ-સુફલામની કેનાલોમાં પાણી આપવાનું બંધ કરાતા ખેડુતો વિરોધ કરી રહ્યા છે. ઉનાળામાં જયાં પાકને પાણીની જરૂર હોય ત્યાં જ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા સિંચાઈ વિભાગ સામે ખેડૂતો લાલઘૂમ થયા છે.મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને ઢોલ […]

ખેડુતોને આઠ કલાક વીજળી ન અપાતા સત્યાગ્રહ, ખેડુતોના સમર્થનમાં દીઓદર બંધ રહ્યું

પાલનપુર : ઉત્તર ગુજરાતમાં બોર-કૂવામાં પાણી હોવા છતાં ખેડુતો વીજળીના અભાવે સિચાઈ કરી શક્તા નથી. ખેડુતોને પુરા આઠ કલાક પણ વીજળી અપાતી નથી. ગાંધીનગરમાં ગઈકાલે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રેલી કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રીને રજુઆતકર્યા બાદ પણ પુરા 6 કલાક પણ વીજળી મળતી નથી. જેમાં બનાસકાંઠામાં  છેલ્લા કેટલાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code