સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 રોજમદાર સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત
ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર અને મ્યુનિને રજૂઆત, સફાઇ કામદારોને નિયમિત પગાર આપવાની પ્રાથમિક જવાબદી કોન્ટ્રાક્ટરની છે. 7 દિવસમાં પગાર નહીં ચુકવાય તો સફાઈ કર્મચારીઓ હડતાળ પર જશે સુરેન્દ્રનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. સફાઈ કર્મચારીઓ પગાર માટે મ્યુનિમાં રજુઆત કરી રહ્યા છે. […]


