આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો ચાવીરૂપ છે: ઉપરાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા. ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે. […]


