1. Home
  2. Tag "dilapidated"

વડોદરામાં નવ જેટલી મ્યુનિ. શાળાઓ જર્જરિત, અનેક શાળાઓમાં શિક્ષકોની પણ ઘટ

વડોદરા:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના શિક્ષણ સમિતિ હસ્તકની 120 જેટલી શાળાઓ છે, જેમાં નવ જેટલી શાળાઓના મકાનો ખૂબજ જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ જર્જરિત બનેલી શાળાઓ નવી બનાવવાને બદલે નવ શાળાઓના બાળકોને બીજી શાળાઓમાં મર્જ કરી દેવાયા છે. સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ સમિતિની સ્કૂલની […]

વઢવાણના નવા દરવાજા બહાર આવેલો 100 વર્ષ જૂનો મોરારજી કુંડ ગંદકીયયુક્ત અને જર્જરિત

વઢવાણઃ  શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા લોકોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. આજે તંત્રના વાંકે મોરારજીકૂંડની હાલત દયનીય બની છે. […]

લખતરનો ઐતિહાસિક કિલ્લો બન્યો જર્જરિત, તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક છે. શહેર ફરતે વર્ષો જુનો કિલ્લો આવેલો છે.અને કિલ્લાની અંદર વસેલું શહેર છે. આજે ધૂળેટીના દિવસે આ કિલ્લો 128 વર્ષનો થયો છે. રાજ્યનો એક માત્ર અકબંધ કહેવાતો કિલ્લો સંભાળના અભાવે જર્જરિત બન્યો છે. અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. પરિણામે વારસાનો વૈભવ ખંડિત થઈ રહ્યો છે. કિલ્લાના પથ્થરો […]

ભુજ-ભચાઉ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, સાંસદની રજુઆત પણ અધિકારીઓ સાંભળતા નથી

ભૂજ :  કચ્છના હાઈવે પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. જેમાં કેટલાક સ્થળોએ હાઈવેની હાલત ખૂબજ બદતર છે. ભૂજથી ભચાઉ વાયા દુધઈનો  હાઈવે 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે. આ હાઈવે જર્જરિત અવસ્થામાં છે. અને વાહનચાલકો પરેશાન બની ગયા છે. હાઈવે પર ઊંડા ખાડાં ઠેર ઠેર પડી ગયા છે. આ હાઈવેને ત્વરિત મરામત કરવામાં […]

ઘોડાસર-નારોલ વચ્ચે હાઈવે લાંબા સમયથી બંધ, સર્વિસ રોડ પર ઊંડા ખાડા પડ્યાં

અમદાવાદઃ શહેરના ઘોડાસર ચાર રસ્તાથી નારોલ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલી માઇક્રો ટનલિંગ કામગીરીને કારણે હાઈવેનો રસ્તો બંધ કરી સર્વિસ રોડ પર ડાઇવર્ઝન અપાયું છે, પરંતુ સર્વિસ રોડ પર મોટા ખાડા પુરાતા ન હોવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, ઘણી વાર ટુવ્હિલર પર જતા લોકો સંતુલન ગુમાવતાં અકસ્માતનો ભોગ બને છે. આ મુદ્દે તંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code