તરણેતરના ભાતીગળના લોકમેળાને વરસાદે ભીંજવી દીધો, રાઈડ અને સ્ટોલધારકો બન્યા ચિંતિત
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં આવેલા સુપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરના ભાતીગળ લોકમેળાનો 18મીને સોમવારે રંગેચંગે પ્રારંભ થયો હતો. ચાર દિવસ માટે યોજાતા આ મેળામાં ગામ-પરગામથી લાખો લોકો ઉમટી પડતા હોય છે. પણ આ વખતે લોકમેળાના પ્રારંભે વરસાદ વિધ્નરૂપી બન્યો છે. મેળાના પ્રથમ દિવસ વરસાદ વરસતા લોકો ભાતીગળ મેળાની મજા માણી શક્યા ન હતા. બીજી તરફ […]