1. Home
  2. Tag "DRUGS"

મોરબી ડ્રગ્સ કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ 500 કરોડનું ડ્રગ્સ પૂણે-દિલ્હી મોકલાયું હતું

અમદાવાદઃ મોરબીમાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કેમાં એટીએસની તપાસમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. એટીએસની ટીમે સંચાણા બંદર ઉપર ધામા નાખ્યાં છે. એટલું જ નહીં ડ્રગ્સને લેન્ડીંગ માટે ઉપયોગમાં લેવાયેલી બોટને જપ્ત કરી છે. એટીએસની તપાસમાં આરોપીઓએ રૂ. 500 કરોડનું ડ્રગ્સ પૂણે અને દિલ્હી મોકલવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. જેથી ગુજરાત એટીએસની ટીમે આ […]

ગુજરાતઃ 63 દિવસમાં રૂ. 1350 કરોડનું ડ્રગ્સ પકડાયું, 67 કેસ કરાયાં

ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની કામગીરી વખાણી પોલીસ કર્મચારીઓ માટે હાઉસીંગ પોલીસી બનાવાશે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું સન્માન અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ પોલીસ સહિતની એજન્સીઓએ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરવા માટે કવયત શરૂ કરી છે. દરમિયાન તાજેતરમાં જ પોલીસે જામખંભાળિયા અને મોરબીમાંથી કરોડોના ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરીને […]

ડ્રગ્સની હેરાફેરીમાં હવે મહિલાઓ પણ જોડાઈ, રાંચીમાં ડ્રગ્સ કેસમાં મહિલા સહિત 4ની ધરપકડ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો છે. હવે ડ્રગ્સ તસ્કરીમાં ગ્લેમસરનો ઉમેરો થયો છે. હવે સુંદર મહિલાઓ ડ્રગ્સની તસ્કરી કરવાની સાથે વેચાણ કરતી હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હીમાં મૉડલિંગ કરતી જ્યોતિ ભારદ્વાજ પકડાયા બાદ રાંચી પોલીસે અન્ય મહિલા તસ્કર રિઝવાના તાજ સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. પોલીસે રિઝવાના તથા અન્ય ત્રણ […]

દુનિયાભરમાં આશરે 23.4 કરોડ લોકો ડ્રગ્સનાં બંધાણી : UNODCનો રિપોર્ટ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ડ્રગ્સનું દુષણ ફેલાયું છે. દરમિયાન 3 વર્ષના સમયગાળામાં ભારતમાં ડ્રગ્સના કારોબારમાં 455 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં દર વર્ષે સમગ્ર દુનિયામાં ડ્રગ્સના કારણે બે લાખના મોત થાય છે. જ્યારે ભારતની વાત કરીએ તો દરરોજ સરેરાશ 10 વ્યક્તિઓના ડ્રગ્સ કે દારૂના કારણે મોત થાય છે. યુનાઈટેડ નેશન ઓફિસ […]

પંજાબ-રાજસ્થાનની સરહદ સીલ થતા ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાનો ઉપયોગ શરૂ કર્યો

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા બાદ મોરબીના નવલખી બંદર પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પડકાવવાના કેસમાં એટીએસની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ તપાસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં બેઠાલા ડ્રગ્સ માફિયાઓ પહેલા રાજસ્થાન અને પંજાબ બોર્ડરનો ડ્રગ્સની ઘુસણખોરી માટે ઉપયોગ કરતા હતા. જો કે, આ બંને રાજ્યોની સરહદ સીલ થઈ જતા હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના […]

મોરબીમાંથી પકડાયેલા ડ્રગ્સ રેકેટમાં પાકિસ્તાન અને UAEનું કનેકશન આવ્યું સામે

અમદાવાદઃ મોરબીમાંથી 500 કરોડથી વધારે કિંમતના પકડાયેલા ડ્રગ્સના કેસમાં 3ની ધરપકડ કરાઈ છે. આ પ્રકરણમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. તેમજ સમગ્ર કાવતરુ યુએઈમાં ઘડાયાનું જાણવા મળે છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ઝીંઝુડામાં પોલીસે સમશુદ્દીન નામના વ્યક્તિના ઘરે છાપો મારીને 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં […]

ખંભાળિયા બાદ હવે નવલખી પાસેથી ઝડપાયું કરોડોનું 120 કિલો હેરોઈન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં જ જામખંભાળિયામાં 66 કિલો ડ્રગ્સ પડકાવવાની બનાવની પોલીસ તપાસ ચાલુ જ છે. ત્યારે હવે મોરબી નજીક નવલખી પાસેથી 120 કિલો ડ્રગ્સ પકડાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોરબીના ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને કરોડોના માદક દ્રવ્યો સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે […]

ગુજરાત: દરિયો-દરિયાકાંઠા વિસ્તારમાંથી 5 વર્ષમાં 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું !

અમદાવાદઃ ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. જો કે, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ દરિયો અને દરિયાકાંઠાનો દેશ વિરોધી પ્રવૃતિ માટે ઉપયોગ ના થાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનો દાવા કરવામાં આવ્યાં છે. દરમિયાન પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ આઠ […]

અમદાવાદ અને સુરતમાં ડ્રગ્સના જથ્થા સાથે 3ની ધરપકડ

અમદાવાદ SOGએ બેની કરી ધરપકડ રૂ. 1.70 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લઈને આવતો ઓરોપી ઝબ્બે અન્ય એક આરોપીની ખુલી સંડોવણી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ડ્રગ્સની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પોલીસે અમદાવાદ ગ્રામ્ય અને સુરતમાંથી કુલ 3 વ્યક્તિઓની લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા […]

મુંબઈમાં રૂ. 14 કરોડથી વધુની કિંમતના ગાંજા સાથે દંપતિ સહિત ચારની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના બનાવો છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રહ્યાં છે. દરમિયાન મુંબઈના દહિસર વિસ્તારામાંથી એક દંપતિ સહિત ચાર શખ્સોને રૂ. 14 કરોડના ચરસ સાથે ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધા હતા. આ શખ્સો ચરસનો જથ્થો કાશ્મીરથી લઈને આવ્યાં હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહિસર વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શખ્સો પસાર થવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code