1. Home
  2. Tag "dumper"

ચિત્રકુટમાં પીકઅપ વાહન અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ચિત્રકુટ જિલ્લામાં પિકઅપ વાહન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી છની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  ચિત્રકૂટ જિલ્લામાં, એક ડમ્પરે મજૂરોને લઈ જઈ રહેલા પિકઅપ ટ્રકને ટક્કર મારતા સર્જાયેલા […]

સાયલા-પાળિયાદ રોડ પર ડમ્પરની અડફેટે 40 ઘેટાં-બકરાંના મોત

• સુદામડા નજીક ડમ્પરે માલધારીને પણ અડફેટે લેતા ગંભીર • અકસ્માતને લીધે ટ્રાફિકજામને દ્રશ્યો સર્જાયા • પોલીસે ડમ્પરચાલકની કરી ધરપકડ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ડમ્પરો પૂર ઝડપે અને બેફામ ચલાવાતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે સાયલા-પાળિયાદ રોડ પર સુદામડા નજીક પૂરઝડપે આવેલા ડમ્પરે 300 જેટલા ઘેટાં-બકરાના ટોળાંને અડફેટે લેતા […]

ભૂજના કોલેજ રોડ પર ડમ્પરે છકડા સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા

ડમ્પરની અડફેટે છકડાચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો, ભૂજના કોલેજ રોડ પર અકસ્માતોની ઘટના હવે રોજિદી બની રહી છે, પૂરફાટ ઝડપે દાડતા વાહનોને નિયંત્રિત કરવા જરૂરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરમિયાન ભુજ-મીરજાપર વચ્ચેના કોલેજ રોડ રાત્રિના અરસામાં પુરપાટ આવતા ડમ્પરે છકડા સહિતના ત્રણેક વાહનોને હડફેટે લીધા હતા. આ બનાવમાં છકડા ચાલકને ઈજા […]

સુરતમાં હજીરા રોડ પર ડમ્પર, બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 16ને ઈજા

સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના હજીરા રોડ પર બન્યો હતો. હજીરા રોડ સ્થિત એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પરચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસ સાથે સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. ડમ્પર અથડાતાં બસની પાછળ […]

વસ્તડી-ચુડા વચ્ચેનો નદી પરનો બ્રિજ એકાએક તૂટી પડતા ડમ્પર, બે બાઈક ખાબક્યા, ચારને ઈજા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો નદી પરનો પુલ એકાએક ધરાશાયી થતાં અફડા-તફડી મચી ગઈ હતી. બ્રિજ પરથી એક ડમ્પર અને બે બાઈક પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ બ્રિજ તૂટી પડતા ડમ્પરચાલક સહિત ચારને ઈજા થઈ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હતો. અને ગ્રામજનોએ અવાર-નવાર રજુઆતો […]

અમદાવાદમાં બાઈક સ્લીપ થતાં યુવક પટકાયો, અને પાછળ પૂર ઝડપે આવતા ડમ્પરે અડફેટે લેતા મોત

અમદાવાદઃ શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરો દ્વારા અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યપં હતું. શહેરના ગોદરેજ ગાર્ડન સિટી નજીક એક બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈકસવાર યુવાન રોડ પર પટકાયો હતો. દરમિયાન પાછળ પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકસવાર યુવાનને અડફેટે લેતા યુવાનનુંમોત નિપજ્યું […]

સુરજબારી નજીક અજાણ્યા ટ્રકચાલકે રાત્રે માટીને જથ્થો હાઈવે પર ઠાલવી દેતા ડમ્પરનો અકસ્માત સર્જાયો

ભૂજઃ કચ્છના સુરજબારી માળિયા ધોરીમાર્ગ પરના સમુદ્ર  બ્રિજ પાસે કોઈ અંજાણ્યા વાહન ચાલકે માટી રસ્તા પર ઢોળી દીધી હતી. જેમાં એક ડમ્પરનો અકસ્માત સર્જોયો હતો.  વાહન ચાલકે ચાઈના કલેનો જથ્થો માર્ગ વચ્ચે વાહનમાંથી ખાલી કર્યો હોવાથી માટીનો ઢગલો થયો હતો. જેમાં એક ડંપર અથડાયું હતું. જેથી ડંપરમાં ભારે નુકસાન થયું હતું. જોકે, સદભાગ્યે જાનહાનિ ટળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code