1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં બાઈક સ્લીપ થતાં યુવક પટકાયો, અને પાછળ પૂર ઝડપે આવતા ડમ્પરે અડફેટે લેતા મોત
અમદાવાદમાં બાઈક સ્લીપ થતાં યુવક પટકાયો, અને પાછળ પૂર ઝડપે આવતા ડમ્પરે અડફેટે લેતા મોત

અમદાવાદમાં બાઈક સ્લીપ થતાં યુવક પટકાયો, અને પાછળ પૂર ઝડપે આવતા ડમ્પરે અડફેટે લેતા મોત

0
Social Share

અમદાવાદઃ શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરો દ્વારા અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યપં હતું. શહેરના ગોદરેજ ગાર્ડન સિટી નજીક એક બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈકસવાર યુવાન રોડ પર પટકાયો હતો. દરમિયાન પાછળ પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકસવાર યુવાનને અડફેટે લેતા યુવાનનુંમોત નિપજ્યું હતું.

ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર બેફામ ઝડપે આવેલા ડમ્પરે રોડ પર પકડાયેલા બાઈકસવારને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું.  બાઈકસવાર યુવાનનું બાઈક સ્લિપ ખાતા  યુવાન રોડ પર પટકાયો હતો. દરમિયાન સામેથી આવી રહેલા ડમ્પરના વ્હિલ નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. આ કમકમાટી ભર્યા અકસ્માતને જોઈને ઘટનાસ્થળે હાજર લોકોના પણ હોશ ઉડી ગયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આ અકસ્માતને નજરે જોનારા લોકોના કહેવા મુજબ શહેરના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પરથી એક યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે જ એક ડમ્પર સામેથી આવી રહ્યું હતું. જેમાં યુવકનું અગમ્ય કારણોસર બાઈક સ્લિપ થતા તે સામેથી આવી રહેલા ડમ્પર નીચે કચડાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સમયે ત્યાં હાજર લોકોના પણ યુવકને જોઈ હોશ ઉડી ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code