1. Home
  2. Tag "Dwarka"

મોઢેરા બાદ હવે દ્વારકાને સોલાર વિજળીથી ઝળહળતું કરાશે, હાલ વાર્ષિક 2 કરોડ યુનિટનો વપરાશ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થતાં વીજળીની માગમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. સરકારે પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાંથી વીજળી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને સોલાર વિલેજ બનાવ્યું છે. ને સૂર્ય ઊર્જાથી મોઢેરા ગામ ઝળહળી ઉઠ્યુ છે. હવે મોઢેરા બાદ કૃષ્ણભૂમિ દ્વારકાને સંપૂર્ણ સોલારનગર બનાવાશે. યાત્રાધામ દ્વારકા સોલાર […]

દ્વારકામાં જગત મંદિરના શિખર પર હવે ઈલેક્ટ્રિક ઉપકરણની મદદથી ધ્વજાનું આરોહણ કરાશે

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત જિલ્લા કલેકટર અને દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા ચાર્જ સંભાળ્યા બાદ દ્વારકાધિશના દર્શને આવ્યા હતા. કલેક્ટરે દર્શન કર્યા બાદ નિર્દેશ આપ્યો હતો કે, દ્વારકાધિશજીના ધ્વજારોહણનું ખૂબ મહત્વ છે અને તેમાં વારંવાર થતા અકસ્માતોને નિવારવા સલામતી સાથે સુરક્ષાના મુદ્દાને ધ્યાને લઈને આવનારા સમયમાં દ્વારકા જગત મંદિર ઉપર ચડાવતા ધ્વજાજીના આરોહણ […]

દ્વારકા: દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે કરાયેલી કાર્યવાહીનું CM પટેલે નિરીક્ષણ કર્યુ

દ્વારકા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ. ૬.૧૩ કરોડથી વધુના મૂલ્યની ૧૪ લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી […]

દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ મોજભરીને માણ્યો

દ્વારકાઃ  યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમનું શિવરાજપુર બીચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ લોકોએ મોજભરીને માણ્યો હતો. આ કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ […]

દ્વારકામાં મેગા ડિમોલિશન, 130થી વધારે ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાઈ

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે મનપા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાત દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે 130થી વધારે ગેરકાયદે દબાણ દુર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું દબાણ પણ દૂર કર્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની […]

દ્વારકામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે દેવભૂમિ દ્વારકામાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના આચંકાને પગલે લોકોમાં ભય ફેલાયો છે, ભૂકંપની તીવ્રતા 4.3 તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં હોવાનું જાણવા મળે છે. અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન આજે દ્વારકામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. […]

દ્વારકાના જગતમંદિરમાં ધામધૂમથી ઊજવાશે ફૂલડોલોત્સવ, ભક્તો ધૂળેટીના રંગોથી રંગાશે

દ્વારકાઃ સુપરસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઊજવણીને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે. દ્વારકા મંદિર પરિસર અને શહેરમાં 1500થી વધુ પોલીસ કાફલો ખડેપગે રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને દ્વારકા મંદિર સુરક્ષાના DySp સમીર શારડાના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.ફુલ ડોલોત્સવમાં લોખો ભાવિકો ઉમટી પડશે. શનિવારથી ભાવિકો આવી […]

દ્વારકામાં શ્રીકૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનાવાશે, હાઈ લેવલ કમિટીની રચના, જમીનનો સર્વે કરાયો

ગાંધીનગરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવવાનું આયોજન છે.આ પ્રોજેક્ટના પ્રારંભિક કાર્યને પૂરું કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં હાઈ-લેવલની કમિટીની રચના કરવામાં આવી છે, જેનો શિલાન્યાસ આ વર્ષના અંતમાં કરવામાં આવશે. 2022માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઢંઢેરામાં આપવામાં આવેલા કેટલાક મુખ્ય વચનોમાંથી આ એક હતું. સરકારે દ્વારકા […]

નાતાલની રજાઓને લીધે દ્વારકામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં, હોટલો, ધર્મશાળાઓ હાઉસફુલ

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવે છે. જેમાં દિવાળીના વેકેશન બાદ હવે નાતાલના મીની વેકેશનમાં પ્રવાસીઓ પ્રવાહ છેલ્લા બે દિવસથી શરૂ થયો છે. દ્વારકાના તમામ નિવાસમાં બુકિંગ આવી જતા દ્વારકાના બદલે લોકો જામનગર, પોરબંદર વિગેરે જગ્યાએ યાત્રિકો રોકાણ કરીને પણ દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે. દ્વારકાના તમામ હોટલો, ગેસ્ટહાઉસ […]

મોરબી દુર્ઘટના બાદ ગુજરાત સરકાર હવે છાશ પણ ફૂંકીને પીએ છે, સુદામા સેતુ બંધ કરાયો,

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજતા ચૂંટણી ટાણે જ ભાજપ સરકાર લોકોની ટીકાઓનો મારો સહન કરી રહી છે. હવે રાજ્યમાં આવી ફરીવાર ઘટના ન બને તે માટે સરકારે કડક નિર્દેશો જાહેર કર્યા છે. હવે દૂધની દાઝેલી સરકાર છાશ પણ ફુંકીને પીએ છે. એટલે કે, સુદામા સેતુ મુલાકાતીઓ માટે હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code