ચેરીટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા E- પેમેન્ટ સુવિધાનો શુભારંભ
ટ્રસ્ટીઓ હવેhttps://charitycommissioner.gujarat.gov.in દ્વારા ‘‘ઇ પેમેન્ટ’’ કરી શકશે ગુજરાતમાં અંદાજીત76 લાખ ટ્રસ્ટો નોંધાયેલા છે ગત્ વર્ષે55 કરોડ ફાળો વસુલવામાં આવ્યો હતો. ગાંધીનગરઃ કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લીક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ સુવિધાનો પ્રારંભ થતા ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે. […]