નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ
સુરતઃ ગણેશ ઉત્સવ નજીક આવતાં, નવસારી શહેરના બંગાળી કારીગરો ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ કારીગરો દ્વારા તૈયાર થતી નયનરમ્ય અને પર્યાવરણ-સુરક્ષિત મૂર્તિઓની માંગ નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રહે છે. આ પ્રતિમાઓ એટલી લોકપ્રિય છે કે ગણેશ મંડળો દ્વારા તેનું બુકિંગ ચાર-પાંચ મહિના અગાઉથી જ કરાવી દેવામાં આવે છે. […]