1. Home
  2. Tag "ed"

‘ફેરપ્લે’ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઈડી દ્વારા રૂ. 307.16 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુંબઈ ઝોનલ ઓફિસે 19 સપ્ટેમ્બરના રોજ એક મોટા મની લોન્ડરિંગ કેસમાં ફેરપ્લે સાથે જોડાયેલી 307.16 કરોડ (આશરે 3.07 બિલિયન)ની સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બેંક ખાતાઓમાં રાખેલી જંગમ સંપત્તિ અને દુબઈ (UAE)માં સ્થિત […]

છત્તીસગઢઃ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાને EDએ દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ ઈન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા. તેમના પુત્ર ચૈતન્ય સામે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં મળેલી નવી માહિતીના આધારે ED એ ભિલાઈ શહેરમાં ચૈતન્યના ઘરની (જ્યાં તે તેના પિતા ભૂપેશ બઘેલ સાથે રહે છે) તલાશી લીધી. […]

નકલી કોલ સેન્ટર મામલે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ EDના દરોડા

મેગ્નેટેલ બીપીએસ કન્સલ્ટન્ટ્સ એન્ડ એલએલપી નામના નકલી કોલ સેન્ટર સાથે સંબંધિત સાયબર છેતરપિંડીની તપાસના સંદર્ભમાં, ED, મુંબઈ ઝોનલ ઓફિસે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પુણે સાયબર પોલીસે નોંધેલી FIRના આધારે કરવામાં આવી હતી, જેમાં 8 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, આ નકલી કોલ સેન્ટર જુલાઈ […]

અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ, ડંકી રૂટ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે બુધવારે (9 જુલાઈ, 2025) ડોન્કી રૂટ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ટીમે પંજાબ અને હરિયાણાના 7 જિલ્લાઓ, અમૃતસર, સંગરુર, પટિયાલા, મોગા, અંબાલા, કુરુક્ષેત્ર અને કરનાલમાં 11 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ તે ભારતીયો સાથે સંબંધિત છે જેમને ફેબ્રુઆરી 2025 માં અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. […]

EDએ ‘ગુજરાત સમાચાર’ના માલિક બાહુબલી શાહની અટકાયત કરી

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે અગ્રણી ગુજરાતી અખબાર ‘ગુજરાત સમાચાર’ના પરિસરમાં દરોડા પાડીને તેના માલિકોમાંના એક બાહુબલી શાહની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બાહુબલી શાહ ‘લોક પ્રકાશન લિમિટેડ’ના ડિરેક્ટરોમાંના એક છે, જે ગુજરાત સમાચારની માલિકી ધરાવે છે. તેમના મોટા ભાઈ શ્રેયાંશ શાહ દૈનિકના મેનેજિંગ એડિટર છે. શ્રેયાંશ શાહ દ્વારા સંચાલિત ગુજરાતી ન્યૂઝ ચેનલ […]

PFI-SDPI કેસમાં ED એ તમિલનાડુના એક વ્યક્તિની ધરપકડ કરી

નવી દિલ્હી : પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સામે ચાલી રહેલી તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તમિલનાડુના કોઈમ્બતુરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટ્ટુપલયમ (કોઇમ્બતુર જિલ્લો) ના રહેવાસી વાહિદુર રહેમાન જૈનુલ્લાબુદીનને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ […]

નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડના 2 માસ્ટરમાઇન્ડની ધરપકડ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં બે આરોપીઓ, સૈયદ મોહમ્મદ અને વર્ગીસ ટી જીની ધરપકડ કરી હતી. બંનેને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે. નકલી લોન એપ્સ દ્વારા લોકોને લોન લેવાની લાલચ આપવામાં આવતી હતી. લોન લેનારાઓ પાસેથી એડવાન્સ EMIના નામે પૈસાની માંગણી કરવામાં આવી હતી. […]

EDએ ડ્રગના વેપાર પર કરી કાર્યવાહી, J&K-દિલ્હી-હરિયાણા-હિમાચલ પ્રદેશમાં દરોડા પાડ્યા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક મોટી કાર્યવાહીમાં, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કોડીન આધારિત કફ સિરપ (CBCS) ની દાણચોરી સંબંધિત ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ હેઠળ કરવામાં આવી છે. આ મામલો રઈસ અહેમદ ભટ અને અન્ય લોકો સાથે સંબંધિત છે, જેઓ નશીલા દવાઓના ગેરકાયદે વેચાણ […]

કેરળ: નકલી CSR ફંડ કૌભાંડ કેસમાં ED ના વિવિધ સ્થળો ઉપર દરોડા

કોચીઃ કેરળમાં કથિત નકલી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ કૌભાંડની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે અહીં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કૌભાંડમાં, છેતરપિંડી કરનારાઓએ ઘણા લોકોને લેપટોપ, ટુ-વ્હીલર અને ઘરગથ્થુ ઉપકરણો અડધા ભાવે આપવાનું ખોટું વચન આપીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગરીબ લોકો પાસેથી એકત્રિત […]

મની લોન્ડરિંગ કેસમાં EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટે અમાનતુલ્લાહ ખાન પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી: દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે દાખલ કરાયેલ ચાર્જશીટ અને તેમની મુક્તિ પર સંજ્ઞાન લેવાના અદાલતના ઇનકારને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અમાનતુલ્લાહ ખાનનો જવાબ માંગ્યો છે. ન્યાયાધીશ વિકાસ મહાજને ઓખલાના AAP ધારાસભ્યને નોટિસ જારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code