1. Home
  2. Tag "ed"

જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને કરાયા નજરકેદ, તેમના ભાઈને ED ની નોટિસ

દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ભાઈ તસદ્દુક હુસૈન મુફ્તીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. મુફ્તી કેબિનેટમાં પર્યટન મંત્રી રહેલા તસદ્દુક હુસૈનને તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ નજરકેદ કરવામાં આવ્યા છે. તસદ્દુક હુસૈનને ED […]

ભ્રષ્ટાચાર મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ઈડીની કાર્યવાહી- મોડી રાતે કરવામાં આવી ધરપકડ

પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ઘરકપડ ઈડી એ પૂછપરછ બાદ કરી કાર્યવાહી   મુંબઈઃ- લાંચ લેવા અને મની લોન્ડ્રીંગ બાબતેે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમૂખની છેવટે વિતેલી રાતે ઘરકપડ કરવામાં આવી છે, સોમવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ઈડી એ દેશમુખની 12 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ સમગ્ર મામલે […]

અભિનેત્રી નોરા ફતેહી અને જેક્લીન ફર્નાન્ડિઝને  ઈડી એ  મની લોન્ડ્રીંગ કેસમાં સમન પાઠવ્યું

એક્ટ્રેસ નોરા ફતેહી આજે ઈડી ઓફીસમાં પહોંચી હતી જેક્લીન ફર્નાન્ડિઝ સામે પણ સમન ફાઠવવામાં આવ્યું મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ અને નૌરા ફતેહી મુસીબતમાં મૂકાયેલી જોવા મળે છે, વાત જાણે એમ છે કે,સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સાક્ષી તરીકે સમન્સ પાઠવ્યા હતા અને 14 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ […]

સાંસદો-ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં ઢીલથી સુપ્રીમ લાલઘૂમ, CBI અને EDને લગાવી ફટકાર

સાંસદો-ધારાસભ્યો સામેના કેસમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ નારાજ CBI અને EDનો સુપ્રીમ કોર્ટે લીધો ઉઘડો ચાર્જશીટ દાખલ કરવો અથવા બંધ કરી દો નવી દિલ્હી: સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં થઇ રહેલા વિલંબને લઇને સુપ્રીમ કોર્ટે CBI અને EDને ફટકાર લગાવી છે. સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુનાવણીમાં વિલંબ કરી રહ્યું છે. CBI અને EDને ફટકાર […]

જેલમાં બંધ ગુનેગારનું કારનામુંઃ આરોપીએ ખંડણી ઉઘરાવી રૂ. 200 કરોડની સંપતિ કરી એકઠી

દિલ્હીઃ ઈડીએ રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં ચેન્નાઈમાં દરોડો પાડીને તપાસ કરીને બંગલો અને 16 મોંઘી મોટરકાર જપ્ત કરી હતી. આ તમામ સંપતિ તિહાડ જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરે ખંડણીના મારફતે એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં તેની પત્ની લીના મારિયા પોલની પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. લીના દક્ષિણ […]

ફ્લિપકાર્ટ, સચિન અને બિન્ની બંસલ મુશ્કેલીમાં મુકાયા, થઇ શકે છે 10600 કરોડનો દંડ

ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા ઇડીએ ફટકારી નોટિસ થઇ શકે છે 10600 કરોડ રૂપિયાનો દંડ નવી દિલ્હી: દેશની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા છે. સંસ્થાપકો પર ED 1.35 અરબ ડૉલર એટલે કે 10,600 કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. વોલમાર્ટના માલિકાના હક વાળી કંપનીને વિદેશી રોકાણ કાયદાનું ઉલ્લંઘન માટે કારણદર્શક નોટિસ […]

મની લોન્ડરિંગ કેસ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ઇડીનું તેડું

ઇડીએ મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સમન્સ પાઠવ્યું આ પૂર્વે ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની પણ પૂછપરછ કરી હતી ઇડી દ્વારા પરમબીર સિંહની પૂછપરછ કરવામાં આવશે મુંબઇ: મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સમન્સ મોકલ્યું છે. આ પૂર્વે ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની પણ પૂછપરછ કરી […]

ધર્માંતરણ રેકેટઃ કનાપુરના આઠ કટ્ટરપંથીઓ ઉમર ગૌતમના સતત સંપર્કમાં હતા

કાનપુરઃ ઉત્તરપ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને કાનપુર સહિત અન્ય જિલ્લામાં લગભગ બે વર્ષથી ધમધમતા ધર્માંતરણનો પર્દાફાશ થયા બાદ એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. કાનપુરના આઠ કટ્ટરપંથીઓ પણ મહંમદ ઉમર ગૌતમ તથા ઈસ્લામિક દાવાહ સેન્ટરના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે. યુપી એટીએસએ ત્યાર સુધી કરેલી તપાસમાં આ આઠ કટ્ટરપંથીમાં બે-ત્રણ મૌલાના હોવાનું જાણવા મળે છે. કાનપુર […]

100 કરોડના વસૂલી કાંડમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, દેશમુખના અંગત સચિવ-PAની ધરપકડ

100 કરોડના વસૂલી કાંડમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના અંગત સચિવ અને PAની ધરપકડ અગાઉ ઇડીએ અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા નવી દિલ્હી: 100 કરોડની વસૂલીના મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ હવે સતત વધી રહી છે. પૈસાની લેણદેણના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશમુખના અંગત સવિચ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code