1. Home
  2. Tag "Education"

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ મૂડી રોકાણો થાય તે માટે આગામી વાઈબ્રન્ટ સમિટમાં ખાસ ભાર મુકાશે

અમદાવાદઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગમી 10મી જાન્યુઆરીથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે  વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ […]

સીએમ યોગીએ કન્યાઓના અભ્યાસ માટે આપ્યો ખાસ આદેશઃ એક સાથે બે બહેનો સ્કુલમાં અભ્યાસ કરે છે તો એકની ફી માફ કરે પ્રાઈવેટ સ્કુલ

યોગી આદિત્યનાથનો ખાસ આદેશ એક સાથે ભણતી બહેનોમાંથી યએકની ફી શાળાએ માફ કરવાની રહેશે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લીધો નિર્ણય   લખનૌ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્યાઓના શિક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ,આ માટે તેમણે એક ખાસ આદેશ જારી કર્યો છે ,આ આદેશ અતંર્ગત કહેવામાં આવ્યું છે કે,  છોકરીઓના શિક્ષણ પર વિશેષ […]

કોરોનાની બાળકોના અભ્યાસ ઉપર અસરઃ 37 ટકા જેટલા ગ્રામીણ વિદ્યાર્થીઓને શિક્ષણની નથી થતી ઈચ્છા, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના અભ્યાસને થઈ છે. કોરોના મહામારીને પગલે દોઢ વર્ષ જેટલા સમયથી અનેક બાળકોએ સ્કૂલનો રૂમ પણ જોયો નથી. તેમનું અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ અનેક રાજ્યોમાં હવે ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં કરાયેલા એક […]

સુરતઃ સ્કૂલ-કોલેજમાં કોરોનાનો કેસ મળશે તો 7 દિવસ માટે ઓફલાઈન એજ્યુકેશન કરાશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળા સંચાલકો અને સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. જો સ્કૂલ-કોલેજમાં એક પણ કોવિડ-19નો પોઝિટિવ કેસ સામે આવશે તો જે તે સ્કૂલ-કોલેજને સાત દિવસ માટે બંધ […]

ધો.6થી 8ના ઓફલાઈન વર્ગો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ કરવાની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમને શરૂ કરવાની મંજુરી આપતા શાળા-કોલેજોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે હવે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થાય એવી શક્યતા […]

ધો. 10 અને 12ના વિવિધ વિષયોના સિલેબસમાં 30 ટકા ઘટાડો કરવા બોર્ડની વિચારણા

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કાળમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. હવે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાના પ્રારંભ થઈ ગયો છે. જેમાં હાલ ધો.9થી 12ના વર્ગો રાબેતા મુજબ બની રહ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ ઘટાડવામાં આવેલા અભ્યાસક્રમ […]

શાળાઓ માટેનું શૈક્ષણિક કલેન્ડરઃ 365 દિવસમાંથી 245 દિવસનું શૈક્ષણિક કાર્ય અને 80 દિવસની રજા રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયા બાદ હવે જનજીવન રાબેતા મુજબ બન્યું છે. ધો. 9થી 12 સુધીના શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક શાલાઓમાં હજુ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે હવે રાજયની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સ્કૂલોમાં પ્રથમ […]

ધો.12 સાયન્સના રિપીટર્સનું પરિણામ, 30343 પરીક્ષાર્થીઓમાંથી માત્ર 4649 જ ઉતીર્ણ થયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાયુ હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ પરીક્ષા ગત 15 જુલાઈ એ લેવાઈ હતી. જેમાં આજે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયંન્સના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર […]

દૂરદર્શન ડીડી ગિરનાર પર ધો. 3થી 12ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શરૂ થયેલા બ્રિજ કોર્સ 17 જુલાઈના રોજ પૂર્ણ થયા બાદ હવે 22 જુલાઈથી ધો.3થી 12ના વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન પર હોમલર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. હાલમાં 31 જુલાઈ સુધીનું સમયપત્રક […]

સરકારી શાળાઓ મર્જ કરવા સામે ભાજપના ધારાસભ્યનો જ વિરોધઃ ડ્રોપઆઉટ વધવાની દહેશત

અમદાવાદઃ રાજ્યમાં જે સરકારી શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તે શાળાને ભાજુમાં આવેલી શાળામાં મર્જ કરીને સરકાર ખર્ચ ઘટાડી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે શિક્ષણમંત્રીને પત્ર લખીને પોતાના મત વિસ્તારમાં આવેલ શાળાઓ મર્જ નહીં કરવા જણાવ્યું છે. તેમણે પત્રમાં શાળા મર્જ કરવામાં આવશે તો ડ્રોપઆઉટ રેશિયો વધવાની શક્યતા વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code