સિદ્ધપુરના ફુલપરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષણકાર્ય બંધ
પાટણઃ તાજેતરમાં પાટણ જિલ્લામાં સરેરાશ ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં સિધ્ધપુર શહેરમાં ફૂલપુરા વિસ્તારમાં આવેલી ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા શિક્ષણકાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી.આજે પણ શાળાના મેદાનમાં પાણી ભરાયેલા છે. અને વિદ્યાર્થીઓ ઘુંટણસમા પાણીમાંચાલીને વર્ગખંડમાં જઈ શકે તેવી […]