વિશ્વ સમુદાયને આતંકવાદ સામે લડવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવા ભારતની અપીલ
નવી દિલ્હીઃ ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા માટે તેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી છે. ભારતે જણાવ્યું હતું કે વિશ્વ આતંકવાદ, પાકિસ્તાન અને સૈન્ય વચ્ચેના જોડાણથી વાકેફ છે. પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોના તાજેતરના વીડિયો વિશે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવી ઘટનાઓ પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવે છે. […]