જોધપુર: કાર પલટી જતાં ત્રણ લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ
નવી દિલ્હી: રાજસ્થાનના જોધપુરમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. 11 લોકો ભરેલા એક વાહનમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતુ. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત નેશનલ હાઈવે 25 પર ખારિયા મીઠાપુર ગામ પાસે થયો હતો. વાહનમાં 11 લોકો હતા. […]


