1. Home
  2. Tag "ELECTION COMMISSION"

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલી વધી,ચૂંટણી પંચે તેમની ધરપકડના આપ્યા આદેશ

દિલ્હી: પાકિસ્તાનના ચૂંટણી પંચે સોમવારે ઈસ્લામાબાદ પોલીસને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આ આદેશ તેના અવમાનના કેસમાં આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) ખાનની સુનાવણીમાંથી સતત ગેરહાજરીથી ગુસ્સે થયા હતા અને ઈસ્લામાબાદના પોલીસ મહાનિરીક્ષક (IG) ને આદેશ આપ્યો હતો કે તેઓ અવમાનના કેસમાં […]

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી હિંસક બની, વિવિધ બનાવમાં નવ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા આજે પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જો કે, આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન પશ્ચિમ બંગાળમાં મધ્યરાત્રિથી ચૂંટણી સંબંધિત હિંસામાં નવ લોકો માર્યા ગયા હતા. રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, માર્યા ગયેલા […]

રાજકીય પાર્ટીઓ હવે લેવડદેવડનો હિસાબ ઓનલાઈન નોંધાવી શકશે – ચૂંટણી પંચે લોન્ચ કર્યુ પોર્ટલ

  દિલ્હીઃ-  ચૂંટણી પંચે ઓનલાઈન પોર્ટલ બહાર પાડ્યું છે જે રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને યોગદાન અહેવાલો અને ચૂંટણી ખાતાઓ સહિત તેમના નાણાકીય નિવેદનો દાખલ કરવાની મંજૂરી આપે છે. આ પગલાને ચૂંટણીમાં વધુ પારદર્શિતા લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.   આ પગલું મતદાન પેનલની “3C વ્યૂહરચના” નો એક ભાગ છે, જેમાં રાજકીય ભંડોળ અને ખર્ચમાં પારદર્શિતા […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે રાજ્યની ટીમોને 185 ચેકપોસ્ટ ઉપર તકેદારી રાખવા નિર્દેશ

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ​​મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો, નોડલ પોલીસ અધિકારીઓ, CAPFના નોડલ અધિકારીઓ અને અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું […]

ચૂંટણીપંચની કાર્યવાહી: કર્ણાટકમાં રૂ. 102 કરોડની રોકડ સહિત 292 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે તા. 10 મેના રોજ મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં આદર્શ આચાર સંહિતા (MCC) ના ઉલ્લંઘન સાથે સંકળાયેલા કેસોમાં 50 ટકાથી વધુ આરોપ […]

AAP ને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, ચૂંટણી પંચે NCP અને TMC પાસેથી દરજ્જો છીનવી લીધો

નવી દિલ્હી, 10 એપ્રિલ. ભારતીય ચૂંટણી પંચ (ECI)  સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પક્ષનો  દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો હતો. હવે દેશમાં કુલ 6 રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. AAPને ચાર રાજ્યો […]

ચૂંટણી પંચઃ અમદાવાદમાં મતદાર યાદીસંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

અમદાવાદ: મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે અમદાવાદમાં ચૂંટણીપંચના અધિકારીઓની રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર પી. ભારતી અને અમદાવાદના કલેકટર ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મતદાર યાદીમાં જે ખાસ સુધારણા કરવાના હતા, તે અંગે નાગરિકત્વની લાયકાતની તારીખો, મતદાર યાદી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ, મતદાર […]

આગામી ચૂંટણી માટે મતદારોને પ્રેરિત કરવા માટે ચૂંટણી પંચનું ગીત ‘મૈં ભારત હૂં’,સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

દિલ્હી:ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) આ વર્ષે નવ વિધાનસભાની ચૂંટણીઓ અને આવતા વર્ષના પ્રારંભમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યું છે, જેનો ઉદ્દેશ નવીન સંચાર વ્યૂહરચનાઓ દ્વારા મતદાનની ટકાવારી વધારવાનો છે. આ વિવિધ પહેલમાંની એક પહેલ તરીકે ઇસીઆઈએ સુભાષ ઘાઇ ફાઉન્ડેશન સાથે જોડાણમાં એક ગીત – ‘મૈં ભારત હૂં, હમ ભારત કે મતદાતા હૈં’નું નિર્માણ કર્યું હતું, આ ગીતમાં […]

આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સનો આરંભ -કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે

આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ આરંભ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે જેનો વિષય હશે ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’  દિલ્હીઃ- આજથી કેન્દ્રીય ચૂંટણી પંચ ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’ વિષય પર બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ કરશે. આ બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કરશે. આ કોન્ફોરન્સને લઈને વિતેલા દિવસને […]

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 2 માર્ચે પરિણામ

નવી દિલ્હીઃ વર્ષ 2023માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ચૂંટણીપંચએ આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેમજ ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code