1. Home
  2. Tag "ELECTION COMMISSION"

ગુજરાત ચૂંટણી 2022: પોસ્ટલ બેલેટ અને EVM ઉપર મતની ગણકરી એકસાથે થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે બંને તબક્કામાં એકંદરે સરેરાશ 63 ટકા જેટલુ મતદાન થયાનો અંદાજ છે, ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન પૂર્ણ થતા 182 બેઠકો ઉપર લગભગ 1500 જેટલા ઉમેદવારોના ભાવી સીલ થયાં છે. આગામી 8મી ડિસેમ્રના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેની તૈયારીઓને પણ આખરી ઓપ […]

ચૂંટણીના ખર્ચની માહિતી ન મોકલનારા ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ કરાશે, ચૂંટણી પંચ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કની 89 બેઠકો પર આજે એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. અને બીજા તબક્કની ચૂંટણી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવોરો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નિયત કરવામાં આવી હતી. અને રોજબરોજ ઉમેદવારે પોતાના ખર્ચની વિગતો પંચને આપવાની હોય છે. છતાં ઘણા ઉમેદવારો ખર્ચની વિગતો આપવામાં આળસ દાખવતા હોય […]

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 89 બેઠકો ઉપર મતદાન શરૂ, 3 કલાકમાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે સવારથી જ મતદાન શરૂ થયું હતું. 3 કલાક સુધી પ્રથમ તબક્કામાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ મતદાન કર્યું હતું. તેમજ મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં બે તબક્કામાં […]

ભાજપને એક વર્ષમાં કોંગ્રેસની સરખામણીએ છ ગણું દાન મળ્યું

નવી દિલ્હીઃ દેશમાં વિવિધ રાજકીય પક્ષોને વર્ષે કરોડોનું દાન મળે છે. દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભાજપને એક વર્ષના સમયગાળા દરમિયાન જંગ દાન મળ્યું છે. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોને પણ એક વર્ષના સમયગાળામાં લાખો-કરોડોનું દાન મળ્યું છે. દેશમાં ભાજપ ઉપરાંત અન્ય મુખ્ય પાર્ટી ગણાતી કોંગ્રેસને એક વર્ષના સમયગાળા દરમિયાન ભાજપની સરખામણીએ અનેક ગણુ […]

ચૂંટણીપંચના નવા કમિશનર અરુણ ગોયલ પંજાબ કેડરના 1985 બેચના આઈએએસ

નવી દિલ્હીઃ ભારતના નવા ચૂંટણી કમિશનર (EC) તરીકેનો ચાર્જ અરુણ ગોયલે સંભાળ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, જેઓ હાલમાં નેપાળમાં તેમની ચાલી રહેલી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે છે, તેમણે વ્યક્તિગત રીતે અરુણ ગોયલને તેમની નિમણૂંક પર ફોન કરીને અભિનંદન આપ્યા હતા. રાજીવ કુમારે જણાવ્યું હતું કે અરુણ ગોયલનો વિશાળ અને વૈવિધ્યસભર વહીવટી […]

અમદાવાદમાં ત્રણ સ્થળે યોજાનારી મતગણતીના કેન્દ્રોની મુલાકાત લઈને ચૂંટણી પંચે કરી સમીક્ષા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના મતદાન કેન્દ્રો અને મતગણતરીના કેન્દ્રોની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. 8મી  ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મતગણતરી હાથ ધરાવાની છે ત્યારે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચના અધિકારીઓએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાથી લઈને તમામ બાબતોની સમીક્ષા […]

વિધાનસભા ચૂંટણીઃ પ્રજ્ઞાચક્ષુઓ મતદાન કરી શકે તે માટે બ્રેઈન લિપીમાં બેલેટ પેપર તૈયાર કરાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે, બીજી તરફ વધારેમાં વધારે લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારો માટે મતદાનને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નેત્રહિન મતદાતાઓ પણ પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનો વોટ આપી શકે તે માટે બ્રેઈલ લિપિમાં બેલેટ પેપર […]

ગુજરાત ચૂંટણી 2022: 11.74 લાખ યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર વધારે તેજ બનાવ્યો છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણીપંચે મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11.74 લાખ યુવાઓ પ્રથમવાર મતદાન કરશે. વિધાનસભાની […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

ચૂંટણી પંચે ચેકપોસ્ટ પર ચેકિંગ સઘન બનાવાયા બાદ હવે સ્ટેટેસ્ટિકની ટીમ પણ બાજ નજર રાખશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નાણાની હેરાફેરી સામે ચૂંટણી પંચ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જ્યાં પોલીસ ઉપરાંત એસઆરપીના જવાનોનો બંદોબસ્ત ગોઠવીને તમામ વાહનોને ચેક કરવાની સુચના આપવામાં આવી છે. તેમજ નાણાની હેરાફેરી રોકવા સ્ટેટેસ્ટિક ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. ચેકપોસ્ટ સિવાયના અન્ય જગ્યાએથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code