1. Home
  2. Tag "Election"

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેરઃ 3 ઓક્ટોબરે યોજાશે મતદાન

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. તા. 3 ઓક્ટોબરના રોજ મનપાની ચૂંટણી યોજાશે અને તા. 5મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એપ્રિલ મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું. […]

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાત બેઠકોની ચૂંટણી માસાંતે યોજાશે

અમદાવાદઃ  કોરોનાને લીધે  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડની મુલત્વી ૨ખાયેલી ચૂંટણી હવે  ચાલુ માસના અંતમાં યોજવા માટે તંત્રએ ક્વાયત શરૂ કરી દીધી છે આ ચૂંટણીની તારીખ જાહે૨ ક૨વા માટે કાઉન્ટ-ડાઉન શરૂ થતા જ શિક્ષણ જગતમાં ગ૨માવો આવી ગયો છે. ગુજરાતમાં કોરોનાના બીજા કાળ દરમિયાન સરકારે કેટલાક નિયંત્રણો લાદતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની સ્થગિત કરાયેલી ચૂંટણીની સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા

ગાંધીનગરઃ  ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થગિત થયેલી ચૂંટણીઓ યોજવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને આગામી એક સપ્તાહમાં ગમેતે ઘડી એ ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.  કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે ગાંધીનગર મહાનગર પાલિકા ની જાહેર થયેલી ચૂંટણી રાજય ચૂંટણી પંચે અચાનક સ્થગિત કરી હતી. અને દિવાળી બાદ આ ચૂંટણી યોજવાનું મન બનાવી દીધું […]

પ.બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં CBI એક્શનમાં, નોંધી 34 ફરિયાદો

પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં CBIએક્શનમાં પશ્વિમ બંગાળમાં CBI એક્શનમાં CBIએ અત્યારસુધીમાં કુલ 34 ફરિયાદો નોંધી નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો પર હિંસાની અનેક ઘટનાઓ બની હતી. ભાજપના કાર્યકરોને ટાર્ગે કરીને થયેલી હિંસામાં CBI દ્વારા અત્યારસુધીમાં 3 ડઝન ફરિયાદો નોંધવામાં આવી છે અને ગુરુવારે બીજી ત્રણ ફરિયાદો નોંધી છે. આમ CBI […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો બિનહરિફ બન્યા

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રસાકસીભરી બનશે તેમ લાગતું હતું. કારણ કે વિવિધ હોદ્દા માટે ઘણાબધા ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. શનિવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 9 ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાંથી ફોર્મ પરત ખેંચી લેતા તમામ કેટેગરીના ઉમેદવારો બિનહરીફ થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં સૌથી વધારે ફોર્મ જનરલ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું જાણો

વડોદરાઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે, તેવી વહેતી થયેલી અટકળો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કર્યો હતો. રાજપીપળાના જીતનગર ખાતે આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં સમયસર ચૂંટણી યોજાશે, ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા નથી. રાજ્ય સરકાર ઊજવણી કરે છે અને કોગ્રેસ વિરોધ […]

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એક બેઠક માટે કોંગ્રેસ અને AIMIM વચ્ચે જંગ જામશે

અમદાવાદ : શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના માટે આગામી 5 ઓગષ્ટના રોજ ચૂંટણી  યોજાશે. આ ચૂંટણીમાં 1 બેઠક માટે કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવાર વચ્ચે જંગ જામશે.  સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને AIMIMના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે.  કુલ 12 બેઠકો માટે […]

સૌરાષ્ટ્રના રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચૂંટણીનો ધમધમાટ, આગેવાનો બન્યા સક્રિય

રાજકોટઃ સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ અને માર્કેટ યાર્ડોમાં ચૂંટણીની મોસમ ખીલી છે. સૌપ્રથમ રાજકોટ અને ઉપલેટામાં ચૂંટણી જાહેર થયા પછી હવે ગોંડલ જેવા સૌરાષ્ટ્રના સૌથી મોટાં યાર્ડમાં પણ ચૂંટણીનો પરિપત્ર જાહેર થતાં હવે સહકારી આગેવાનો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના બેડી યાર્ડમાં પાંચમી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઇ છે. 10મી સપ્ટેમ્બરથી ફોર્મ ભરાવાનું […]

વર્ષ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ઝંપલાવશે, પૂર્વ સલાહકારે કર્યો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પ જલ્દી હાર નહીં માને વર્ષ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઝંપલાવશે ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનને આ દાવો કર્યો નવી દિલ્હી: વર્ષ 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે વર્ષ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ઝંપલાવશે તેવો દાવો થઇ […]

અમદાવાદમાં મેટ્રોનું કામ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરી ટ્રેનો દાડતી કરવાનું આયોજન

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન રાબેતા મજબ બની રહ્યું છે. બીજીબાજુ તાજેતરમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ચૂંટણી પહેલા તમામ વિકાસના કામો પુરા કરવાની સુચના આપી હતી.  2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા ફેઝનું કામ પૂરું કરી દેવાશે. 2024ના માર્ચ મહિના સુધીમાં મેટ્રો રેલના બીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code