1. Home
  2. Tag "Election"

ગુજરાત વિધાનસભાની 2022નીચૂંટણીમાં ભાજપ પેઈજ પ્રમુખોના ભરોસે વેતરણી પાર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો એવું કહેવાય છે કે, ચૂંટણીમાં માઈક્રો મેનેજમેન્ટને કારણે જ ભાજપ ચૂંટણીમાં જીત મેળતો હોય છે. મધ્યપ્રદેશમાં પેઈજ પ્રમુખની ફોર્મ્યુલાને સફળતા મળ્યા બાદ આ ફોર્મ્યુલાનો ગુજરાત ભાજપ દ્વારા પણ અમલ શરૂ કરાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ […]

અમદાવાદના 28 કોર્પોરેટરોએ હજુ પંચને ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપતી કાર્યવાહીનો આદેશ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામને 123થી વધુ દિવસ વિતી ગયા છતાં,  શહેરના 28 કોર્પોરેટરોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રાજ્ય ચૂંટણી આયોગને રજૂ ન કરતાં કોર્પોરેટરોની અનિયમિતતા સામે આયોગે લાલ આંખ કરી છે. રાજ્ય ચૂંટણી આયોગે  અમદાવાદ કલેક્ટરને ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપનારા અમદાવાદ શહેરના કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યો છે. મુખ્યત્વે, ચૂંટણી ખર્ચની વિગતો […]

ગાંધીનગરઃ કોર્પોરેશનની ચૂંટણી માટે કવાયત તેજ, સપ્ટેમ્બરમાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીની બીજી લહેરના કારણે રદ કરવામાં આવી હતી. હાલ અહીં વહીવટદાર ગાંધીનગર શહેરમાં સંચાલન કરી રહ્યાં છે. જો કે, હવે ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક અંદાજ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી યોજવામાં આવે તેવી શકયતાઓ […]

ગુજરાત BJP બનશે વધુ હાઈટેકઃ સંગઠનના નેતાઓને અપાશે ખાસ એપ સાથેનું ટેબલેટ

અમદાવાદઃ ગુજરાતમાં થોડા મહિના પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજયથી કાર્યકરો અને નેતાઓના ઉત્સાહમાં વધારો થયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સંગઠનને વધારે મજબુત કરી રહ્યાં છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ઘર-ઘર સુધી પહોંચવાનો પ્લાન ભાજપે તૈયાર કર્યો છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને ટકરાશે

રાજકોટઃ કોરોનાના કેસ ઘટતા અને સરકારે નિયંત્રણો હળવા કરતા હવે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.આગામી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ડી.કે.સખિયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાના શાસક જૂથ સામે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું જૂથ ટકરાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જો નવા કૃષિ કાયદા મુજબ ચૂંટણી […]

જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, કેન્દ્ર પક્ષો સાથે કરશે ચર્ચા

જમ્મૂ કાશ્મીરમાં હાલમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. જમ્મૂ કાશ્મીરની ચૂંટણીઓ સાથે જોડાયેલી રાજનીતિક પ્રક્રિયા શરૂ કરવા અને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્યના રાજકીય પક્ષોની સાથે વાતચીત શરૂ કરી શકે તેવા અહેવાલો છે. જો કે આ મામલે કોઇ રાજકીય પક્ષને સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં મદદ […]

ઉત્તરપ્રદેશઃ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયનો CM યોગીને વિશ્વાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નૈતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફાર સહિતની વહેતી થયેલી અટકળો ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.  આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભાજપ અને […]

ગુજરાતમાં નિર્ધારિત સમયે જ વિધાનસભાની ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની મુદ્દત આવતા વર્ષે પૂર્ણ થઈ રહી છે. આ પાંચેય રાજ્યોમાં સમય મર્યાદામાં જ ચૂંટણી યોજવાનું ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં વર્ષ ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની પણ મુદ્દત પૂર્ણ થશે. જેથી ગુજરાતમાં પણ સમય મર્યાદામાં જ ચૂંટણી કરવાનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હોવાનું […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં નિયત સમયે વિધાનસભાની ચૂંટણી યોજાશે

દિલ્હીઃ તાજેતરમાં જ કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈન અનુસાર આ ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની મુદતક પૂર્ણ થઈ રહી છે. આ પાંચ રાજ્યોમાં પણ નિયત સમય ઉપર ચૂંટણી યોજાવનું ચૂંટણીપંચ દ્વારા હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગોવા, […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂટણી મુલત્વી રહેતા જુના પદાધિકારીઓએ સત્તા સંભાળી

ગાંધીનગરઃ શહેરમેં કોરોનાના સંક્રમણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 18મીએ યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવામાં આવતા વર્તમાન બોડીના તમામ નગરસેવકોને ચૂંટણીની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code