1. Home
  2. Tag "Election"

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાતઃ 18મી એપ્રિલે યોજાશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ સંપન્ન થઈ છે. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગર મ્યુનિસપલ કોર્પોરેશનની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે અને તા. 20મી એપ્રિલના રોજ મતગણતરી […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ અત્યાર સુધીમાં 331 કરોડની રોકડ કરાઈ જપ્ત

દિલ્હીઃ પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.  ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા દારૂની રેલમછેલ અને નાણાની હેરાફેરી અટકાવવા માટે ઓબ્ઝર્વેરની નિમણુંક કરવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા આ પાંચેય રાજ્યોમાં 331 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. તમિલનાડુમાં સૌથી વધારે 127 કરોડની […]

ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણી વહેલી કરવા માંગતી નથીઃ સીએમ રૂપાણી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત સરકાર વિધાનસભાની વહેલી ચૂંટણી કરાવે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં સમયસર ચૂંટણીપંચ દ્વારા યોજવામાં આવશે, તેમ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાએ ભાજપના વિકાસ કાર્યોને આપ્યુ ટ્રિપલ-એ સર્ટિફિકેટઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રીએ ભાજપની જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ પ્રજાની યુનિવર્સિટીએ ભાજપના વિકાસ કાર્યોને ધ્યાનમાં આપીને ટ્રીપલ એ સર્ટીફિકેટ આપ્યું છે. લોકડાઉન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કામગીરીને ધ્યાનમાં રાખીને મતદારોએ જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રજાએ ભાજપને વિજયી બનાવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું […]

ગુજરાતના મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મતદારોનો આભાર માન્યો હતો. તેમજ મતદારોનો વિશ્વાસ ભાજપ જાળવશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની […]

એક મતની કિંમત – સુત્રાપાડા તા.પંચાયતની લોઢવા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય

અમદાવાદઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમ જેમ પરિણામ જાહેર થઈ રહ્યાં છે એ અનુસાર હાલ ભાજપ આગળ હોવાનું સામે આવ્યું છે. મતગણતરી દરમિયાન કેટલીક જગ્યાએ રસાકસી જોવા મળી હતી. દરમિયાન સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો એક વોટથી વિજયી થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપની વિજયકૂચઃ કમલમમાં ઉજવણીનો માહોલ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનું ધોવાણ થયું હતું. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદારોએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યાં હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોની જીતના પગલે કાર્યકરોમાં ખુશીનો માહોલ ફેલાયેલો છે. તેમજ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીના ગઢમાં ‘આપ’ની એન્ટ્રી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ ઉમેદાવારોને મેદાનમાં ઉતાર્યાં હતા. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો ઉપર વિજ્ય મેળવીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મુશ્કેલી વધારી હતી. હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ સુરત અને કોંગ્રેસના […]

માળિયા-મીયાણા તાલુકા પંચાયતની મતગણતરી અટકાવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન માળિયા મિયાણા તાલુકા પંચાયતની મતગણતરી રોકવામાં આવી હતી. જેથી ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યાં હતા. ઈવીએમમાં ટેકનીકલ ખામીને કારણે મતગણતરી રોકવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર માળિયા-મીયાણા તાલુકા પંચાયતની બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. આજે સવારથી જ ચુસ્ત પોલીસ […]

સ્થાનિક સ્વરાજ્યઃ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની 5481 બેઠકો માટે રવિવારે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણી બાદ હવે આવતીકાલે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દોઢ કરોડથી વધારે મતદારો 22 હજારથી વધારે ઉમેદવારોના ભાવી આવતીકાલે નક્કી કરશે. તા. 2 માર્ચના રોજ મતગણતરી યોજાશે. પ્રાપ્ત માહિતી અનુસાર છ કોર્પોરેશનમાં ભવ્ય જીત બાદ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code