1. Home
  2. ગુજરાતી
  3. એક મતની કિંમત – સુત્રાપાડા તા.પંચાયતની લોઢવા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય
એક મતની કિંમત – સુત્રાપાડા તા.પંચાયતની લોઢવા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય

એક મતની કિંમત – સુત્રાપાડા તા.પંચાયતની લોઢવા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય

0
Social Share

અમદાવાદઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમ જેમ પરિણામ જાહેર થઈ રહ્યાં છે એ અનુસાર હાલ ભાજપ આગળ હોવાનું સામે આવ્યું છે. મતગણતરી દરમિયાન કેટલીક જગ્યાએ રસાકસી જોવા મળી હતી. દરમિયાન સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો એક વોટથી વિજયી થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. વિજેતા જાહેર થયા બાદ કાર્યકરો પણ અવઢવમાં મૂકાયા હતા કે જીતની ઉજવણી કરવી કે નહીં, જો કે બાદમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો સામા પક્ષે કોંગ્રેસનો માત્ર એક મતથી પરાજય થતા કાર્યકરો ભારે નિરાશ થયા હતા.

મતગણતરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આગળ-પાછળ રહેલા કાર્યકરો અને ઉમેદવારના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે, અંતે ભાજપના ઉમેદવાર રામભાઈ વાઢેર એક મતથી વિજય જાહેર થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ હતી. આમ એક-એક વોટની કિંમત કેટલી હોય છે તેનો અનુભવ લોઢવા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને થયો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code