1. Home
  2. Tag "Election"

કોર્પોરેશન ચૂંટણીઃ  21 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અને SRPની 44 કંપનીઓ રહેશે તૈનાત

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીના મતદાનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજી તરફ મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ અને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 21 હજારથી વધારે પોલીસ ફોર્સ, હોમગાર્ડ, એસઆરપીની 44 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, […]

અમિત શાહ અમદાવાદ આવશે, કોર્પોરેશન ચૂંટણીમાં કરશે મતદાન

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ રવિવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતાધિકારનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત તેઓ આવતીકાલે સાંજે ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]

કોર્પોરેશન ચૂંટણીઃ 3221 જેટલા અશાંત અને અતિઅશાંત મતદાન મથકો ઉપર થશે વીડિયોગ્રાફી

અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. જે અંગેની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. 1121 જેટલા મતદાન મથકો ઉપર મતદાન થશે. આ પૈકી 2754 અશાંત અને 467 જેટલા મતદાન મથકો અતિઅશાંત હોવાનું જાણવા મળે છે. જેથી આ મતદાન મથકો ઉપર વીડિયોગ્રાફી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી વિભાગ દ્વારા તમામ […]

રાજ્યસભા પેટાચૂંટણીઃ ભાજપના બંને ઉમેદવારો ભર્યાં ફાર્મ

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. બંને બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આજે બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજયસભાના સભ્ય અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન ખાલી થતા ગુજરાતની બે બેઠકો ખાલી પડી હતી. જેથી આ બંને બેઠકો […]

બેલેટ પેપર સાથે છેડછાડ થઈ શકે પરંતુ ઈવીએમમાં શક્ય નથીઃ ચૂંટણીપંચ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા અને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માંગણી સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે આજે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. તેમજ ઈવીએમ વિશ્વનીય હોવાનો દાવો કર્યો હતો. કેસની હકીકત અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું, મહાનગરના વિકાસ પર મુખ્ય ભાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી હવે અમદાવાદ માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો જેમાં શહેરના રોડ-રસ્તા, ટ્રાફિક, આરોગ્ય, ગટર વ્યવસ્થા અંગે વચનો આપવામાં આવ્યા ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે અમદાવાદ માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં શહેરના રોડ-રસ્તા, ટ્રાફિક, […]

કોરોના રસીકરણમાં ઈલેક્શન સ્ટાફને પણ અપાશે પ્રાથમિકતા – ચૂંટણી સ્ટાફ ફ્રંટલાઈનના વર્કર ગણાશે

ચૂંટણી સ્ફાફ ગણાશે ફ્રંટલાઈનના વર્કર રસીકરણમાં અપાશે પ્રાથમિકતા દિલ્હી- સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન મોટા પાયે શરુ કરવામાં આવી ચૂક્યું છે જેમાં પહેલા તબક્કામાં ફ્રંટલાઈન કામદારોને વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે દેશમાં બીાજી તરફ ચૂંટણીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણીના કારણે અનેક લોકો તેના કાર્યમાં જાડાયેલા છે, ત્યારે […]

ગુજરાતમાં વર્ષ 2005થી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી બે તબક્કામાં થાય છેઃ ચૂંટણીપંચ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી અલગ-અલગ દિવસે રાખવામાં આવી હોવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં બંને પક્ષો તરફથી રજૂઆત કરાયા બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં વર્ષ 2005થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરી બે તબક્કામાં થાય છે. કેસની હકીકત અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં તા. 21મી […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 39 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તેમજ અત્યારે જોરશોરથી રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીને ફાયદો મળ્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની લગભગ 39 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ઉમેદવારીપત્રોની આજે ચકાસણી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે વિવિધ રાજકીયપક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. આજે આ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. સાંજ સુધીમાં ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code