1. Home
  2. ગુજરાતી
  3. કોર્પોરેશન ચૂંટણીઃ 3221 જેટલા અશાંત અને અતિઅશાંત મતદાન મથકો ઉપર થશે વીડિયોગ્રાફી
કોર્પોરેશન ચૂંટણીઃ 3221 જેટલા અશાંત અને અતિઅશાંત મતદાન મથકો ઉપર થશે વીડિયોગ્રાફી

કોર્પોરેશન ચૂંટણીઃ 3221 જેટલા અશાંત અને અતિઅશાંત મતદાન મથકો ઉપર થશે વીડિયોગ્રાફી

0
Social Share

અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. જે અંગેની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. 1121 જેટલા મતદાન મથકો ઉપર મતદાન થશે. આ પૈકી 2754 અશાંત અને 467 જેટલા મતદાન મથકો અતિઅશાંત હોવાનું જાણવા મળે છે. જેથી આ મતદાન મથકો ઉપર વીડિયોગ્રાફી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ભૂતકાળને આધારે અશાંત અને અતિઅશાંત મતદાન મથકો જાહેર કર્યા હતા. આ તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી વિભાગે વિશેષ સુરક્ષા પુરી પાડવાનું આયોજન ઘડ્યું છે. અમદાવાદ મહાપાલિકામાં કુલ 4536  મતદાન મથકો  પૈકી 393 અશાંત અને 32 અતિઅશાંત મતદાન મથકો છે.  આવી જ રીતે સુરતમાં  1227 મતદાન મથકો અશાંત અને 295 મતદાન મથકો અતિઅશાંત છે.વડોદરામાં 404 અશાંત અને 110 અતિઅશાંત મતદાન મથકો છે. રાજકોટમાં 297 અશાંત અને 19 અતિઅશાંત મતદાન મથકોનો સમાવેશ થાય છે. જામનગરમાં 312 અશાંત અને 11 અતિઅશાંત મતદાન મથકો આવેલા છે. આ ઉપરાંત ભાવનગરમાં 469 મતદાન મથકો અશાંત છે. આ તમામ બેઠકો ઉપર ચૂંટણીપંચ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવશે.

કોર્પોરેશનની ચૂંટણીમાં 3221 જેટલા અશાંત અને અતિઅશાંત મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. હવે મતદાનને હવે ઓછો સમય રહ્યો હોય સુરક્ષા અર્થે દરેક સેન્ટરોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code