1. Home
  2. Tag "Election"

ભાજપના નવા નિર્ણયથી અમદાવાદ મનપાની ચૂંટણીમાં 13થી વધારે કોર્પોરેટરના પત્તા કપાવાની શકયતા

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મથી ચૂંટણી લડતા તથા નેતાઓના સંબંધીઓનો ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે અમદાવાદમાં હાલમાં ભાજપના 13થી વધારે કોર્પોરેટરોના પત્તા કપાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે અમદાવાદમાં ભાજપના ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

ગુજરાત સહિત છ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ઉમેદવારો ઉતારશે મેદાનમાં

અમદાવાદઃ દિલ્હીમાં શાસન કરતા આમ આદમી પાર્ટીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતોના ઉમેદવારોને ઉતારવાનો નિર્ણય લીધો છે. હવે આમ આદમી પાર્ટી દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોના રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આગામી બે વર્ષના સમયગાળામાં ગુજરાત સહિત છ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ચૂંટણીજંગમાં ઉતારશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ ટર્મથી  ઐતિહાસિક જીત પ્રાપ્ત […]

અમદાવાદ મનપા ચૂંટણીઃ ભાજપનો 175થી વધુ બેઠકો ઉપર જીતનો લક્ષ્યાંક

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ 175થી વધારે બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. […]

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં 1200થી વધારે નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ચૂંટણી […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પણ ઝંપલાવશે, રાજકીય જંગ જામશે

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેની ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરીને પ્રચાર પણ આરંભી દીધો છે. બીજી તરફ વિધાનસભાની આ ચૂંટણીમાં હવે શિવસેનાએ પણ ઝંપલાવાનો નિર્ણય લીધો છે. પક્ષના મુખ્ય પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

અમદાવાદ સહિત છ મનપામાં ચૂંટણી, ભાજપનો 500 પ્લસનો ટાર્ગેટ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે. રાજ્યના શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના મતદારોની સંખ્યામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા 500થી વધારે બેઠકનો ટાર્ગેટ નક્કી કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી શાસન કરી રહ્યું છે. […]

મુંબઈમાં ગુજરાતી મતદારોને રિઝવવાના શિવસેનાના પ્રયાસો, ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 30 લાખથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમજ વર્ષ 2022માં મંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે શિવસેનાને અત્યારથી જ ગુજરાતી મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ભાજપના મતદાર મનાતા ગુજરાતીઓને રિઝવવા માટે શિવસેનાએ ખાસ સ્લોગન પણ બનાવ્યું છે. ગુજરાતીઓને આકર્ષવા માટે ‘મુંબઇમાં જલેબીને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન કરવામાં […]

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા તૈયાર કરાઈ રણનીતિ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોને ધ્વંસ કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. તેમજ જાન્યુઆરી મહિનામાં પ્રચાર-પ્રસારની રૂપરેખા પણ તૈયાર કરવામાં […]

દેશના પાંચ રાજ્યોમાં 2021માં યોજાશે વિધાનસભા ચૂંટણી

દિલ્હીઃ આગામી વર્ષે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. જ્યારે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને પોંડીચેરી વિધાનસભાનો કાર્યકાળ આગામી […]

અમદાવાદ મનપાની ચૂંટણીની ભાજપે શરૂ કરી કવાયત, કોર્પોરેટરોના કામનો માંગ્યો રિપોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ટર્મ આગામી દિવસોમાં પૂર્ણ થવા છે. જેથી આગામી દિવસોમાં છ મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા ભાજપના કોર્પોરેટરના કામનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે. મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા મતદારો સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code