1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ મનપાની ચૂંટણીની ભાજપે શરૂ કરી કવાયત, કોર્પોરેટરોના કામનો માંગ્યો રિપોર્ટ
અમદાવાદ મનપાની ચૂંટણીની ભાજપે શરૂ કરી કવાયત, કોર્પોરેટરોના કામનો માંગ્યો રિપોર્ટ

અમદાવાદ મનપાની ચૂંટણીની ભાજપે શરૂ કરી કવાયત, કોર્પોરેટરોના કામનો માંગ્યો રિપોર્ટ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ટર્મ આગામી દિવસોમાં પૂર્ણ થવા છે. જેથી આગામી દિવસોમાં છ મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા ભાજપના કોર્પોરેટરના કામનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે. મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવા માટેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપાના 48 વોર્ડમાં ભાજપના કાર્યકરોની કામગીરી અંગે ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખો પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વચ્છ ઉમેદવાર અંગે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ભાજપ દ્વારા છ મહાનગર પાલિકાના નેતાઓ અને કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા તાકીદ કરી છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આ દરમિયાન તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરશે.

દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છ મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપ તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમજ ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ચૂંટણી પંચ અને કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code