સુરતમાં જોબવર્ક કરતા એમ્બોઈડરીના કારીગરોને બાકી લહેણા ટ્રેડર્સ આપતા ન હોવાની રજુઆત
સુરતઃ શહેરમાં એમ્બોઈડરીના જોભ વર્ક કરતા કારીગરોનું પેમેન્ટ ટ્રેડર્સ દ્વારા છૂટું કરવામાં આપતું ન હોવાથી કારીગરો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી કારીગરોને તાત્કાલિક પેમેન્ટ મળે તે માટે ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસસોસિએશન દ્વારા રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એમ્બ્રોઈડરી ખાતેદારનું અંદાજે રૂ.2 હજાર કરોડનું પેમેન્ટ છુટું કરાયું નથી. […]