1. Home
  2. Tag "employees"

ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી

અમદાવાદઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. કર્મચારીઓના યુનિયનો દ્વારા પડતર પ્રશ્નો  ઉકેલવાની સરકાર સમક્ષ અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી હતી છતાં પણ પ્રશ્નો ન ઉકેલાતા એસટીના કર્મચારીઓએ 16મી જુનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. એટલે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો 16મીથી એસટી બસના પૈડા […]

જેટકો સામે વિરોધ પ્રદર્શન કરાતાં ધારાસભ્ય સહિત કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની અટકાયત

નવસારીઃ ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન (જેટકો)ના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓ ઘણા સમયથી સમાન કામ સમાન વેતનની માગણી કરી રહ્યા છે. પણ કર્માચરીઓની માગણીઓ સ્વીકારવામાં આવતી નથી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જેટકોના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની વહારે આવ્યા હતા. અને આ મુદ્દે રેલી કાઢવામાં આવતા પોલીસે ધારાસભ્ય સહિત […]

રાજ્યમાં સરકારની ચારેય વીજળી કંપનીઓના કર્મચારીઓની આંતરિક બદલીઓ કરાશે,

અમદાવાદઃ રાજ્યમાં સરકાર હસ્તની ચાર વીજ કંપનીઓમાં કર્મચારીઓ ઘણા વખતથી બદલીઓની માગ કરી રહ્યા છે. જેમાં ઘણા કિસ્સામાં પતિ-પત્ની પણ અલગ અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા છે. વીજ કંપનીઓના કર્મચારી સંગઠનો દ્વારા પણ કર્મચારીઓની વીજ કેપનીઓમાં આંતરિક બદલીઓ કરવાની રજુઆતો પણ કરવામાં આવી હતી. આખરે સરકારે માગણી મુજબ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવાનો નિર્ણય લીધો છે. […]

રાજ્યમાં જુની પેન્શન યોજના સહિત પ્રશ્નો ઉકેલવા કર્મચારીઓએ ગાંધીનગરમાં કર્યા ધરણાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય વિવિધ કર્મારી સંગઠનો પોતાના પ્રશ્નો ઉકેલવા તત્પર બન્યા છે. સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતાં રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની […]

એસટીના કર્મચારીઓના 10મી મે સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી

અમદાવાદઃ  ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. દર વખતે પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન મળે છે, પણ પ્રશ્નો ઉકેલાતા નથી. છ માસ અગાઉ રાજયના એસ.ટી.નિગમના 40 હજાર કર્મચારીઓએ ત્રણે યુનિયનોની સંકલન સમિતિનાં આદેશ અનુસાર ડ્રાઈવર-કંડકટરોનાં ગ્રેડ-પે,  મોંઘવારી,  એરીયર્સ અને પગાર સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજયવ્યાપી ધરણા-સૂત્રોચ્ચાર અને હડતાલનાં ઉગ્ર […]

કાલે સોમવારથી રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓની હડતાળ,આજે ATM પર નો-કેશના પાટિયા લાગ્યા

અમદાવાદઃ  કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત  બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરિણામે ટ્રેડ યુનિયનોના નેજા હેઠળ કાલે તા. 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક […]

રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં 28-29મી માર્ચે હડતાળ પર જશે

અમદાવાદ: રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણનો બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાની બેન્કોને મોટી બેન્કોમાં મર્જ કરી દેવામાં આવી છે. બેન્કની એનપીએ પણ વધતી જાય છે. આવી તમામ બાબતોનો બેન્કના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. પરિણામે આગામી તા. 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોયી […]

સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓને આશ્વાસન અપાયા બાદ વેતનમાં વધારો નહીં કરાતાં અસંતોષ

ગાંધીનગરઃ સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા રાજ્યના છ હજારથી વધુ કર્મચારીઓના વેતનમાં વધારો નહી કરાતા અસંતાષ વ્યાપ્યો છે. જોકે વેતન વધારાના મામલે કર્મચારીઓની સાથે બેઠકમાં સમંતિ દર્શાવ્યા બાદ પણ પગારમાં વધારો નહી કરતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાનની અલગ અલગ પોસ્ટ ઉપર કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. […]

રાજ્ય સરકારના કર્મચારીઓને મકાન ખરીદવા 25 લાખ એડવાન્સ અને મરામત માટે 10 લાખ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. સાથે મકાનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આથી સરકારી કર્મચારીઓ દ્વારા મકાન માટે સરકાર તરફથી મળતી પેશગીની રકમમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી હતી. આથી રાજ્યના સરકારી કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી અપાતી પેશગીની રકમ 15 લાખથી વધારીને 25 લાખ કરાઈ છે. સાતમા પગારપંચને ધ્યાને […]

રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બુધવારે બેન્ક કર્મચારીઓના દેખાવો, ગુરૂ-શુક્રવારે હડતાળ

અમદાવાદઃ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી છે.સરકારનો સ્પષ્ટ્ર ઇરાદો છે કે બેન્કોમાં સરકારની મુડી 50 ટકા ઘટાડી અને ખાનગી મુડી વધારવી જેને કારણે બેન્કોનો વહીવટ ખાનગી હાથમાં જઇ શકશે. આથી સરકારની આ નીતિરીતિથી બેન્ક કર્મચારીઓ નારાજ બન્યા છે. અને સરકારના નિર્ણયના વિરોધમાં દેશના નવ લાખ બેન્ક કર્મચારીઓ–અધિકારીઓ તા.16-17ના રોજ હડતાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code